दुनिया

ચીનના ‘નાસ્ત્રેદમસ’ ની ઈરાન-અમેરિકા યુદ્ધ અંગે 3 ભવિષ્યવાણીમાંથી 2 સાચી ઠરી, ત્રીજીએ ચોંકાવ્યા | china nostradamus professor jiang america iran war prediction gujarati




Who is Xueqin Jiang : દુનિયા અત્યારે બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જંગના મેદાનમાં લોહિયાળ ખેલ ખેલાઈ રહ્યો છે. આ મહાયુદ્ધમાં ઇઝરાયલની પડખે ખુલ્લેઆમ અમેરિકા ઊભું છે, તો બીજી તરફ રશિયા અને ચીન જેવા દેશો ઈરાનને સમર્થન આપી રહ્યા છે. આ તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર ચીનના પ્રોફેસર જુએકિન જિયાંગનો એક વીડિયો વાયરલ થયો છે. જેમણે વર્ષો પહેલા કરેલી ભવિષ્યવાણીઓ હવે સાચી સાબિત થઈ રહી છે.

કોણ છે પ્રોફેસર જુએકિન જિયાંગ?

યુટ્યુબ ચેનલ ‘પ્રોડક્ટિવ હિસ્ટ્રી’ના હોસ્ટ અને યેલ કોલેજથી ગ્રેજ્યુએટ થયેલા પ્રોફેસર જિયાંગ ચીનમાં ફિલોસોફી અને હિસ્ટ્રીના નિષ્ણાત માનવામાં આવે છે. ભૂતકાળમાં આપેલી સચોટ માહિતીને કારણે લોકો હવે તેમને ‘ચીનના નાસ્ત્રેદમસ’ તરીકે ઓળખવા લાગ્યા છે.

ત્રણમાંથી બે મોટી ભવિષ્યવાણીઓ સાચી પડી

પ્રોફેસર જિયાંગે વર્ષ 2024માં એક ઓનલાઇન લેક્ચર દરમિયાન ત્રણ મોટી વાતો કહી હતી, જેમાંથી બે આજે હકીકત બની ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસીની આગાહી પ્રોફેસરે કરી હતી. જિયાંગે કહ્યું હતું કે ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે, જે સાચું સાબિત થયું. ત્યાર બાદ ઈરાન સાથે યુદ્ધની આગાહી પણ સાચી પડી. ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે, આ વાત પણ આજે સાચી પડી રહી છે. જો કે ત્રીજી આગાહી ખુબ જ ચોંકાવનારી છે. 

ત્રીજી ભવિષ્યવાણી: શું અમેરિકા ખરેખર હારશે?

હવે દુનિયાની નજર તેમની ત્રીજી ભવિષ્યવાણી પર છે, જે અમેરિકા અને ઇઝરાયલ માટે ચિંતાજનક છે. જિયાંગના મતે ઈરાન સામેના આ જંગમાં અમેરિકાએ હારનો સામનો કરવો પડશે. ઈરાનનો પહાડી વિસ્તાર અને લાંબી સપ્લાય લાઇન અમેરિકન સેના માટે મુશ્કેલી ઉભી કરશે. અમેરિકામાં અંદરખાને થઈ રહેલો વિરોધ પણ આ યુદ્ધના પરિણામને અસર કરશે.

શું આ યુદ્ધ નિર્ણાયક સાબિત થશે?

પ્રોફેસર જિયાંગના મતે, ઈરાન સામેનું આ યુદ્ધ અમેરિકા માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે. જો તેમની ત્રીજી ભવિષ્યવાણી સાચી પડી, તો તે ગ્લોબલ જીઓપોલિટિક્સના ઈતિહાસમાં સૌથી મોટો ઉલટફેર હશે.



Source link

Related Articles

Back to top button