दुनिया

LIVE: અમેરિકાએ ઈરાનના 30 જહાજ ધ્વસ્ત કર્યા, દરિયામાં ભીષણ હુમલાઓ વચ્ચે 23000 ભારતીય નાવિકોના જીવને જોખમ | Saudi Prince Salman Contacts Gulf Leaders Amid Iran War



Israel USA and Iran War 7th Day Updates : અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. આ સંકટને ટાળવા માટે સાઉદી અરેબિયાએ કૂટનીતિક મોરચો સંભાળ્યો છે, તો બીજીતરફ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબજોપતિએ ટ્રમ્પને પત્ર લખીને આકરા સવાલો પૂછ્યા છે.

ભીષણ યુદ્ધના લેટેસ્ટ અપડેટ્સ LIVE 

23000 ભારતીય નાવિકોના જીવને જોખમ 

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સમુદ્રમાં કામ કરતા ભારતીય નાવિકો પર સંકટ વધી ગયું છે. લગભગ 23000 જેટલા ભારતીય નાવિકોના જીવ જોખમમાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને જ નાવિક સંગઠનોએ સરકારને આ મામલે તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી છે. 

ઈરાનના 30 જહાજો અમેરિકાએ તોડી પાડ્યા 

અમેરિકાના સૈન્યએ આજે મોટો ખુલાસો કર્યો હતો કે ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમારી સેનાએ મોટી કાર્યવાહી કરતાં ઈરાનના લગભગ 30થી વધુ જહાજો તોડી પાડયા છે તેમાં એક ઈરાનનું ડ્રોન જહાજ પણ સામેલ છે. આ માહિતી અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના ચીફ એડમિરલ બ્રેડ કૂપરે આપી હતી. 

ઈરાનમાં સ્કૂલ પર હુમલો અમેરિકાની એરફોર્સે જ કર્યો? : રિપોર્ટમાં દાવો 

ઈરાનમાં થયેલા ભયાનક હુમલા અંગે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ, અમેરિકાના સૈન્ય તપાસકર્તાઓનું માનવું છે કે ઈરાનની કન્યા શાળા પર થયેલા હુમલા માટે કદાચ અમેરિકન દળો જ જવાબદાર છે. આ હુમલામાં 165 નિર્દોષ બાળકોના મોત થયા હોવાનું કહેવાય છે. રોઈટર્સે બે અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે, દક્ષિણ ઈરાનના મિનાબ (Minab) શહેરમાં આવેલી પ્રાથમિક શાળા પર થયેલા બોમ્બમારો કદાચ અમેરિકા દ્વારા જ કરવામાં આવ્યો હતો. જોકે, આ તપાસ હજુ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી નથી અને તપાસની પ્રક્રિયા ચાલુ છે, તેથી વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ, જાણીજોઈને શાળા, હોસ્પિટલ કે અન્ય કોઈ નાગરિક ઈમારત પર હુમલો કરવો એ ગંભીર યુદ્ધ અપરાધ ગણાય છે. 

પવિત્ર અલ અક્શા મસ્જિદમાં જુમ્માની નમાઝ પર પ્રતિબંધ 

મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળો પૈકી અલ અક્શા મસ્જિદમાં આજે જુમ્માની નમાઝ નહીં થઇ શકે. ઈઝરાયલી વહીવટી તંત્રએ સુરક્ષાનો હવાલો આપી અલ અક્શા મસ્જિદ પરિસરમાં કોઈની પણ એન્ટ્રી સામે પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી લાગુ રહેશે. 

અમેરિકાએ દરિયામાં ઈરાનનું ડ્રોન કેરિયર ધ્વસ્ત કર્યું 

અમેરિકાએ ઈરાનને વધુ એક મોટો ઝટકો આપતાં દરિયામાં ડ્રોન કેરિયર ધ્વસ્ત કરી નાખ્યું છે. આ સાથે વીડિયો શેર કરતાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે લખ્યું હતું કે અમારી સેના ઈરાનની નેવીનો ખાતમો કરી દેવાના મિશન પર આગળ વધી રહી છે. આ વખતે અમે બીજા વિશ્વ યુદ્ધ સમયના ઈરાની એરક્રાફ્ટ કેરિયરને ધ્વસ્ત કરી નાખ્યું છે. 

સાઉદી પ્રિન્સ સલમાનનો ‘દુશ્મનો’ ને ફોન

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ બહેરીન, કુવૈત, કતર અને UAE ના નેતાઓ સાથે વાતચીત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે કોઈ પણ દેશની નાની ભૂલ આખા વિસ્તારને વિનાશક યુદ્ધમાં ધકેલી શકે છે. તેમણે યમન અને સુદાન મુદ્દે જેની સાથે મતભેદ હતા તેવા UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયેદને પણ ફોન કરીને એકતા જાળવવા અપીલ કરી છે.

UAE ના અબજોપતિનો ટ્રમ્પને ઓપન લેટર

UAE ના ટોચના ઉદ્યોગપતિ ખલફ અહમદ અલ હબતૂરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો પત્ર લખીને પૂછ્યું છે કે, “તમને અમારા વિસ્તારને ઈરાન સાથેના યુદ્ધમાં ધકેલવાનો અધિકાર કોણે આપ્યો?” તેમણે આક્ષેપ કર્યો કે ટ્રમ્પના આ નિર્ણયથી ખાડી દેશોને જોખમમાં મૂકાયા છે અને આ શાંતિ નહીં પણ વિનાશની શરૂઆત છે.

યુદ્ધની ભયાનક જાનહાનિના આંકડા

યુદ્ધના 7મા દિવસે જાનહાનિનો આંકડો સતત વધી રહ્યો છે:

ઈરાન: 1,230 થી વધુ લોકોના મોત.

લેબનાન: 70 થી વધુ લોકોના મોત.

અમેરિકા: 6 સૈનિકોએ જીવ ગુમાવ્યા.

ઈરાનના વળતા હુમલા બાદ કુવૈતમાં અમેરિકી એમ્બેસી બંધ કરી દેવામાં આવી છે.

ઓઈલ બજારમાં અફરાતફરી

હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ધીમું પડવાને કારણે અને યુદ્ધના જોખમને લીધે ગ્લોબલ ઓઈલ માર્કેટ હચમચી ગયું છે. તેલના ભાવમાં ભડકો થવાની ભીતિ વચ્ચે સાઉદી અરેબિયા તટસ્થ રહીને યુદ્ધને રોકવા માટે બેક-ચેનલ ડિપ્લોમેસીનો ઉપયોગ કરી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button