અનિલ અંબાણી મુશ્કેલીમાં, મુંબઈ-હૈદરાબાદમાં રિલાયન્સ પાવરના 10થી 12 ઠેકાણે EDના દરોડા | ED Raids Anil Ambani’s Reliance Power in Mumbai & Hyderabad for Money Laundering

![]()
ED Raid on Anil Ambani and Reliance Power : ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે તેમની ગ્રુપ કંપની રિલાયન્સ પાવર લિમિટેડ સામે મની લોન્ડરિંગ કેસ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
મની લોન્ડરિંગ તપાસ અને દરોડા
પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા શુક્રવારે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર લિમિટેડ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન (દરોડા) હાથ ધરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આ બંને શહેરોમાં કંપની અને તેના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયેલા આશરે 10-12 સ્થળો પર તપાસ ચાલી રહી છે.
બેંક છેતરપિંડીનો મામલો
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની અંદાજે 15 ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ કથિત બેંક છેતરપિંડી (Bank Fraud) સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે, જેમાં અનિલ અંબાણીની ઘણી કંપનીઓની નાણાકીય લેવડદેવડ અને મની લોન્ડરિંગ અંગે ED લાંબા સમયથી તપાસ કરી રહી છે.
અનિલ અંબાણીની સાખ પર અસર
આ દરોડાએ અનિલ અંબાણીની આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠા પર વધુ એક મોટો ફટકો માર્યો છે. રિલાયન્સ ગ્રુપ પહેલેથી જ વિવિધ નાણાકીય મુશ્કેલીઓ અને દેવાના બોજ નીચે દબાયેલું છે. ED દ્વારા શરૂ કરવામાં આવેલી આ તાજેતરની તપાસથી રિલાયન્સ પાવરના શેરમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.



