दुनिया

‘પહેલા મને ઈરાન યુદ્ધ ખતમ કરી લેવા દો પછી..’ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યો આગામી ટાર્ગેટ | Iran War trump reveals his next target says let me end the iran war first then Cuba



Iran War:  અમેરિકનના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ નીતિની પ્રાથમિકતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમમાં દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમના પ્રશાસનનું વર્તમાન લક્ષ્ય ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનું છે, જે બાદ અમેરિકાનું પૂરતું ધ્યાન ક્યુબા તરફ થશે, આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં અમેરિકાના આગલા રણનૈતિક પગલાંની રૂપે જોવાઈ રહ્યું છે. 

‘ક્યુબા ઘણા પ્રકારની ડીલ કરવા માગે છે’

ટ્રમ્પે કહ્યું કે, ‘અમે પહેલા ઈરાન યુદ્ધને ખતમ કરવામાં માંગીએ છીએ, જે બાદ ક્યુબા સાથે સંબંધોમાં સુધાર કે ત્યાંના રાજનૈતિક ફેરફાર પર વાત કરતાં ટ્રમ્પે દાવો કર્યો કે, ‘ક્યુબાની રાજધાની હવાના વોશિંગ્ટન સાથે કરાર માટે ઉત્સુક છે, ક્યુબા ઘણા પ્રકારની ડીલ ઈચ્છે છે’

‘ઈરાનના 24 જહાજોને નષ્ટ કરી દીધા’

બીજી તરફ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં મોટી જીતનો દાવો કરી ઉત્સાહપૂર્વક રિપોર્ટ જાહેર કર્યો અને જણાવ્યું કે, ‘અમેરિકાની સેના અને તેમના સહયોગી ઈઝરાયલ દુશ્મનને ઘણા સમય પહેલા જ સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી રહ્યો છે. 

ઈરાન પાસે ન તો હવે વાયુસેના બચી છે, ન તો પ્રભાવી એર ડિફેન્સ સિસ્ટમ, માત્ર ત્રણ દિવસની અંદર ઈરાનના 24 જહાજોને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જેથી તેમની નૌસેનાની શક્તિ પણ ખતમ થઈ ગઈ છે. ઈરાની નેતૃત્વ યુદ્ધ સમાપ્ત કરવા અને વાતચીત માટે રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ફોન કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે ડીલ કેવી રીતે કરીએ, મેં કહ્યું છે કે તમે મોડું કરી ચૂક્યા છો, હવે અમે લડવા ઇચ્છુક છીએ’ મહત્વનું છે કે ટ્રમ્પ દાવા તો કરી રહ્યા છે પણ સ્વતંત્ર રૂપથી પુષ્ટિ હજુ સુધી થઈ નથી. 

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત, અમેરિકાએ રશિયન ઓઈલ ખરીદવા આપી 30 દિવસની વિશેષ છૂટ

આ સાથે જ ટ્રમ્પે ઈરાનના રાજદૂતોને એક અવસર પણ આપ્યો અને ઉમેર્યું કે, ‘જે લોકો સહયોગ કરશે તે એક નવા તેમજ વધુ સારા ઈરાનનું નિર્માણ કરવા મદદ કરી શકે છે, જેમાં વિકાસની અપાર સંભાવના હોય, સંઘર્ષ યથાવત રહેશે તો પરિણામ ખૂબ જ ગંભીર હશે. તેલના ભાવ હવે મોટા ભાગે સ્થિર થઈ ગયા છે, અમે ભાવને ખૂબ ઓછા રાખ્યા હતા પણ આ યુદ્ધના કારણે નાનકડો મોડ આવી લેવો પડ્યો, આ સાથે ટ્રમ્પે એવો સંકેત આપ્યો કે ઉર્જા બજાર પર દબાણ ઓછું કરવા માટે કેટલાક ઉપાયોની ઘોષણા થઈ શકે છે.’



Source link

Related Articles

Back to top button