હવે ટ્રમ્પ રોકાશે નહીં… ઇરાન પર સૈન્ય ઑપરેશન ચાલુ જ રાખશે : કોંગ્રેસનો પ્રસ્તાવ સેનેટે ફગાવી દીધો | Trump will not stop now will continue military operations on Iran

![]()
– હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવઝે પ્રસ્તાવ પસાર કર્યો હતો કે જ્યાં સુધી અમેરિકી કોંગ્રેસ મંજૂરી ના આપે ત્યાં સુધી અમેરિકાએ ઇરાનમાં યુધ્ધ ન કરતાં, સેના પાછી બોલાવવી
વોશિંગ્ટન : એક તરફ ઇરાન ઉપર ઇઝરાયલ-અમેરિકાના હુમલા ચાલુ રહ્યા છે. ત્યાં આ યુદ્ધ થી અમેરિકાની સંસદમાં નીચલા ગૃહે (પ્રતિનિધિસભાએ) પ્રસ્તાવ પસાર કરી ઇરાન સામે સેનાકીય કાર્યવાહી બંધ રાખવા એલાન કર્યું હતું. તેણે જણાવ્યું કે, જયાં સુધી અમેરિકાની સંસદ મંજૂરી ન આપે ત્યાં સુધી પ્રમુખે લશ્કરી કાર્યવાહી બંધ રાખવી.
આ પ્રસ્તાવ અમેરિકાની સેનેટે (ઉપલા ગૃહે) ઉડાડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સેનેટ ઘણી પ્રબળ છે.
ડેમોક્રેટ ટીમ કેન અને રીપબ્લિકન રેડ પોલ દ્વારા આ પ્રસ્તાવ નીચલા ગૃહમાં રજૂ કરાયો હતો. તે દ્વિદલીય પ્રસ્તાવ હતો. પરંતુ સેનેટ ઉપલા ગૃહમાં ૧૦૦ સભ્યો પૈકી ૫૩ સભ્યોએ તેની વિરૂધ્ધમાં મત આપ્યો હોવાથી તે પ્રસ્તાવ ઉડી ગયો હતો. તેમાં પ્રમુખના પગલાને પુરુ સમર્થન આપવામાં આવ્યું હતું.
આ મતદાન તે સમયે થયું કે જ્યારે યુદ્ધના પાંચ દિવસો વીતી ગયા છે, યુદ્ધ સતત વ્યાપક બનતું જાય છે. તેમાં અમેરિકાના સૈન્ય મથકો (મધ્ય પૂર્વનાં) ઉપર હુમલા થતા અનેક અમેરિકી સૈનિકોના પણ મૃત્યુ થયા છે. આ જંગમાં દુબઇ અને રિયાધ જેવા શહેરો યુદ્ધની ઝપટમાં આવી ગયા છે. દુનિયાના તમામ દેશો પોત-પોતાના નાગરિકોને સ્વદેશ પાછા લાવવામાં વ્યસ્ત બની ગયા છે.
ડેમોક્રેટસનું કહેવું છે કે, ટ્રમ્પે એર સ્ટ્રાઇકનો આદેશ આપી અસંવૈધાનિક રીતે કોંગ્રેસને એક તરફ મુકી દીધી છે. ડેમોક્રેટિક સાંસદ ટિમ ક્રેને એક બ્રીફીંગ પછી કહ્યું હતું કે, એવી કોઇ સાબીતી આપી નથી શકાઈ કે અમેરિકા ઇરાન સામેના કોઇ તાત્કાલિક ખતરાનો સામનો કરી રહ્યું છે. જયારે મોટાભાગના રીપબ્લિકન કહે છે કે ડેથ-ટુ-અમેરિકાનો ઇરાની નેતાઓ અને જનતાના એલાનનો જવાબ આપવો જરૂરી છે.
મુળ વાત તે છે કે ૧૯૭૩ના વોર પાવર્સ એક્ટ નીચે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જે વિયેતનામ યુદ્ધ પછી ઘડાયો હતો. તેમાં યુદ્ધ માટે મતદાન અનિવાર્ય કહ્યું છે અને કોંગ્રેસની મંજૂરી વિના વધુમાં વધુ ૫૦ દિવસ યુદ્ધ ચલાવી શકાય તેમ છે.

