दुनिया

યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ કર્નલનો મોટો દાવો, અમેરિકાના બેઝ નષ્ટ થયા, હવે ભારત પર નિર્ભર | our bases destroyed we are having to fall back on india former us colonel makes a bold claim


US Bases Destroyed: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન સેનાના પૂર્વ કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યો છે કે આ જંગમાં ઈરાન ખૂબ જ મજબૂતીથી લડી રહ્યું છે અને તેણે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકાના અનેક સૈન્ય મથકો અને બંદરોને તબાહ કરી દીધા છે. મેકગ્રેગરના જણાવ્યા અનુસાર, સ્થિતિ એટલી ગંભીર છે કે હવે અમેરિકાએ યુદ્ધ માટે ભારત અને ભારતીય બંદરો પર નિર્ભર રહેવું પડી શકે છે. જોકે, આ દાવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર કે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઈરાનની આક્રમકતા સામે અમેરિકા માટે નવો પડકાર

મેકગ્રેગરે વધુમાં જણાવ્યું કે ઈરાનને રશિયા અને ચીન તરફથી મોટી મદદ મળી રહી છે. આ બંને દેશો સેટેલાઈટ ઈન્ટેલિજન્સ દ્વારા ઈરાનને સચોટ માહિતી પૂરી પાડી રહ્યા છે, જેના કારણે ઈરાન ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલા કરી રહ્યું છે. બીજી તરફ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પણ સ્વીકાર્યું છે કે ઈરાનના કેટલાક હવાઈ હુમલાઓ તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા પાસે પૂરતો સામન છે, પરંતુ તે દરેક હુમલાને રોકવામાં સક્ષમ નથી.

આ પણ વાંચો: ઈરાનની મુશ્કેલી વધી… ઈઝરાયલ-અમેરિકાની સાથે મોટા દેશે મિડલ ઈસ્ટમાં પરમાણુ યુદ્ધ જહાજ ઉતાર્યું

આમને-સામનેની જંગમાં અમેરિકન જવાનોની સુરક્ષા ચિંતાનો વિષય

આ સંઘર્ષમાં અમેરિકન સૈનિકો પરનું જોખમ સતત વધી રહ્યું છે. તાજેતરમાં જ કુવૈતમાં થયેલા ઈરાની ડ્રોન હુમલામાં છ અમેરિકન સૈનિકોના મોત થયા હતા, જેના કારણે જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને ચેતવણી આપી છે કે જોખમ હજુ પણ ઘણું વધારે છે. જોકે, આ તમામ પડકારો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મક્કમ દેખાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે અમેરિકા યુદ્ધના મોરચે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે અને અત્યંત મજબૂત સ્થિતિમાં છે.


યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ કર્નલનો મોટો દાવો, અમેરિકાના બેઝ નષ્ટ થયા, હવે ભારત પર નિર્ભર 2 - image



Source link

Related Articles

Back to top button