LIVE: શ્રીલંકામાં ઇરાની જહાજ પર સબમરીન એટેક, 101 લોકો ગુમ હોવાનો દાવો, ઈઝરાયલે તહેરાનમાં ઈરાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું | US Israel Attacks Iran LIVE Updates March 2026 F 35 Shoots Down Iranian Jet

![]()
War Updates : મધ્ય પૂર્વ (Middle East) અત્યારે બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર શરૂ કર્યો છે. આ જંગ હવે 15 દેશો વચ્ચેના મહાયુદ્ધમાં ફેરવાઈ રહી છે.
Israel-US and Iran War Updates
દક્ષિણ લેબનાન ખાલી કરવા ઈઝરાયલનું અલ્ટીમેટમ
ઈઝરાયલી સૈન્ય પ્રવક્તાએ દક્ષિણ લેબનાનના રહેવાસીઓને તાત્કાલિક ઘરો ખાલી કરી લિટની નદીની ઉત્તરે જવા આદેશ આપ્યો છે. હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીના ભાગરૂપે આ ચેતવણી આપવામાં આવી છે.
શ્રીલંકાના દરિયાકાંઠે ઈરાની જહાજ પર હુમલો, 101 ગુમ
શ્રીલંકાના તટ પાસે એક ઈરાની જહાજ પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ 101 લોકો ગુમ થયા છે અને 78 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં એકના મોતનો પણ દાવો કરાયો છે.
F-35 ફાઈટર જેટે ઈરાની વિમાન તોડી પાડ્યું
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે તેમના F-35I ‘અદીર’ ફાઈટર જેટે ઈરાની વાયુસેનાના YAK-130 ફાઈટર જેટને હવામાં તોડી પાડ્યું છે. ઈતિહાસમાં પહેલીવાર F-35 જેટે કોઈ માનવ સંચાલિત ફાઈટર એરક્રાફ્ટને તોડી પાડવાની આ ઘટના છે.
ફ્રાન્સના રાફેલ મેદાને, ક્રૂડ ઓઈલના ભાવ વધતા મોટો વિવાદ
ફ્રાન્સના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે તેમના રાફેલ ફાઈટર જેટોએ UAE ને ટાર્ગેટ કરતા ઈરાની ડ્રોન્સને તોડી પાડ્યા છે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે તેઓ ક્રૂડ ઓઈલના ભાવમાં અસાધારણ વધારો સહન નહીં કરે.
ઈરાને 40 મિસાઈલો છોડી, અમેરિકાના યુદ્ધ જહાજોને નિશાન બનાવ્યા
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે કુવૈત અને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો તેમજ સમુદ્રમાં રહેલા બે અમેરિકી યુદ્ધ જહાજો (Warships) પર 40 બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે.
યુદ્ધમાં અત્યાર સુધી 742 લોકોના મોત
આ યુદ્ધમાં અત્યાર સુધી 742 ઈરાની નાગરિકો અને 6 અમેરિકી સૈનિકોના મોત થયા છે.
રશિયા-ચીનનું વલણ
રશિયાએ ‘ત્રીજા વિશ્વયુદ્ધ’ની ધમકી આપી છે, જ્યારે ચીને ઈરાનના હિતોની રક્ષા કરવા માટે તૈયાર હોવાનું એલાન કર્યું છે.
ખામેનેઈની અંતિમવિધિ
હુમલામાં માર્યા ગયેલા આયતુલ્લા અલી ખામેનેઈની અંતિમવિધિ આજે બુધવારે રાત્રે તેહરાનમાં યોજાશે.
પાકિસ્તાનમાં એલર્ટ
અમેરિકાએ કરાચી અને લાહોરના કોન્સ્યુલેટમાંથી તેના બિન-જરૂરી સ્ટાફને પાછા બોલાવી લીધા છે.



