दुनिया

અમેરિકા, ઈરાન અને ઇન્ડોનેશિયામાં ધરતીકંપ, યુ.એસ. 3 અંક, ઈરાન 4.3, ઇન્ડોનેશિયા 6.1નો ભૂકંપ | Earthquake in America Iran and Indonesia US 3 points Iran 4 3 Indonesia 6 1 earthquake



– માનવીનાં પાપથી હવે ધરા પણ ધ્રૂજી ઊઠી છે : અનામી સંત

– અમેરિકાનાં નેવાડા સ્થિત ગુપ્ત અણુ શસ્ત્ર પ્રયોગ સ્થળ પાસે રિક્ટર સ્કેલ પર 3 અંકનો ધરતીકંપ

નવીદિલ્હી : પરમાણુ શસ્ત્ર પ્રયોગ કરવાનાં નેવાડા રાજ્ય સ્થિત અમેરિકાનાં અત્યંત ગુપ્ત સ્થળે ૩.૧નો ધરતીકંપ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે એરિયા પર તરીકે અલગ તારવેલા, સમવાય તંત્રી સરકારના સીધા હાથ નીચેના આ વિસ્તારમાં (રેનો-નેવાડા)માં સવારથી સાંજ સુધીમાં જુદી જુદી તીવ્રતાના આંચકા આવ્યા હતા. પહેલાં રિક્ટરસ્કેલ ઉપર માત્ર ૧.૦૦ અંકનો જ આંચકો નોંધાયો હતો, પછી બીજો આંચકો ૧.૯નો આવ્યો, ત્રીજો આંચકો ૩ અંકનો નોંધાયો હતો.

જ્યારે છેલ્લાં કેટલાય દિવસોથી ઈઝરાયલ-અમેરિકાનાં સંયુક્ત દળો સામે લડી રહેલાં ઈરાનના દક્ષિણ વિસ્તારમાં આવેલાં ગેરાશ સીટી પાસે ૪.૩ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. આજે સવારે બનેલી આ ઘટના અંગે વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી કે તેમાં કેટલાના જાન ગયા છે અને માલમિલ્કતને કેટલું નુકસાન થયું છે તે કૈં જાણી શકાયું નથી. સાથે તે પણ સત્ય છે કે અમેરિકા-ઈઝરાયેલના આક્રમણને લીધે ત્યાં તબાહી વેરાઈ ગઈ છે, તેથી જો ધરતીકંપને લીધે જ કોઈ ઈમારત તૂટી પડતાં તે કોઈ મિસાઈલ હુમલાને લીધે જ બન્યું હશે તેમ લોકો માને છે.

જેને આ યુદ્ધ સાથે જરા પણ સંબંધ નથી તેવાં ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વિપમાં ૬.૧નો ધરતીકંપ નોંધાયો હતો. વાસ્તવમાં ઇન્ડોનેશિયા રીંગ ઓફ ફાયરનાં એક્ષટેન્શનમાં આવેલું હોવાથી ત્યાં વારંવાર ધરતીકંપો થાય છે. પરંતુ નેવાડામાં અને ઇરાનમાં પણ થયેલા ધરતીકંપો ઉપરથી અનામી રહેવા માગતા સંતે કહ્યું : ”માનવનાં પાપ વધી ગયાં છે તેથી ધરતી પણ ધ્રૂજી ઊઠી છે.”



Source link

Related Articles

Back to top button