પાકિસ્તાન પર તાલિબાનોનો અચાનક હુમલો : અફઘાન સેનાએ ડુરાંડ લાઇન પરની પાક ચોકી કબજે કરી | Taliban’s surprise attack on Pakistan: Afghan army captures Pak post on Durand Line

![]()
– મધ્ય પૂર્વમાં ઘમાસણ યુધ્ધ ચાલી રહ્યું છે
– પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર-સ્ટ્રાઇક કર્યા પછી પરિસ્થિતિ હાથ બહાર ગઈ છે : અફઘાનોએ અનેક પાક. સૈનિકોને પતાવી દીધા, ચોકી કબજે કરી
નવી દિલ્હી : એક તરફ મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયલની સામે ઇરાનનું ધમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે તે હજી વધુ તીવ્ર થવાની પૂરી ભીતિ છે. તેવામાં અફઘાન-તાલિબાનોએ ખૈબર-પખ્તુનવા પ્રાંતના શોરાબક ક્ષેત્રમાં વીજળી વેગે હુમલો કરી ડુરાંડ લાઇન ઉપર આવેલી પાકિસ્તાનની એક સીમા ચોકી ઉપર કબજો જમાવી દીધો છે. અને અનેક પાક. સૈનિકોને જન્નત- નશીન કરી દીધા છે.
યુક્રેન-યુદ્ધ અને ઇઝરાયલ, અમેરિકા, વિરૂધ્ધ ઇરાન યુધ્ધનો જેમ અંત દેખાતો નથી તેમજ અફઘાનિસ્તાન- પાકિસ્તાન વચ્ચે ડુરાંડ લાઇન અંગેનો વિવાદ શમે તેમ લાગતું નથી. અફઘાનો બ્રિટિશ સમયમાં આંકવામાં આવેલી ડુરાંડ લાઇન સ્વીકારવા તૈયાર નથી.
પછીથી મળતા અહેવાલો જણાવે છે કે અફઘાનોએ માત્ર એક જ ચોકી નહીં પરંતુ ડુરાંડ લાઇન પરની બીજી કેટલીએ ચોકીઓ કબજે કરી છે. પાકિસ્તાનના કેટલાએ સૈનિકોને ઠાર માર્યા છે.
આ અંગેનો વીડીયો ફૂટેજ ઉપરથી જાણવા મળ્યું છે કે તાલિબાનોએ સ્પિન- બોલ્ડર અને શોરાબક ક્ષેત્રમાં પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પોતાના કબજામાં લીધી છે. અનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તેમની સંખ્યા હજી પ્રાપ્ત થઈ નથી. પરંતુ તે ચોકીઓમાં રહેલો શસ્ત્ર સરંજામ અને દારૂગોળો તેમણે કબજે કર્યો છે.



