ટેક્સાસમાં ભણતાં ભારતીય વિદ્યાર્થી સવિતા શાનની હત્યા ત્રાસવાદી કૃત્ય હતું | The murder of Indian student Savita Shan studying in Texas was an act of terrorism

![]()
– હત્યારાએ ઈરાનનો ધ્વજ લગાડેલું જેકેટ પહેર્યું હતું અને તેની ઉપર લખાણ હતું ”અલ્લાહની મિલકત” : તે ગોળીબારમાં 3નાં મોત થયાં
ઓસ્ટીન, (ટેક્સાસ) : રવિવારે સાંજે ટેક્સાસનાં ઓસ્ટીનમાં આવેલા એક લોકપ્રિય બારમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં એક ઇન્ડિયન-અમેરિકન સ્ટુડન્ટ સવિતા શાન તથા બેનાં મૃત્યુ નિપજ્યાં હતાં. આ ૨૧ વર્ષીય વિદ્યાર્થિની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ યુનિવર્સિટીની મેકકોમ્બ સ્કૂલ ઓફ બીઝનેસમાં તેજસ્વી વિદ્યાર્થિની હતાં. તેઓના પ્રોફેસર સ્મ ફીન્નેએ કહ્યું કે, સવિતા એક સુપર-સ્ટાર વિદ્યાર્થિની હતી.
રવિવારે કોલેજ સ્ટુડન્ટસ જ્યાં નિયમિત રીતે ભેગા થાય છે તેવા ઓસ્ટિન શહેરમાં આ લોકપ્રિય બાર બ્યુફોર્ડઝ બેકયાર્ડ બીયર ગાર્ડસ એકઠા થયા હતા. ત્યાં નધ્યાગા ડીયાગ્ને પહેલાં તેની લકઝરી મોટરમાં તે બાર પાસેથી પસાર થયો ફરી પાછો તે બાર પાસે મોટર ઊભી રાખી ખુલ્લાં ગાર્ડનમાં આવેલા આ બાર ઉપર અંધાધૂંધ ગોળીબાર કરતાં સવિતા શાનનું નિધન થયું હતું. તેઓની સાથે બીજા બેનાં પણ નિધન થયાં હતાં.
પોલીસે તુર્ત જ તે લકઝરી કાર પર ગોળી છોડતાં ગોળીબાર કરનારો પણ મૃત્યુ પામ્યો હતો. આ ૫૩ વર્ષીય હત્યારાનું નામ નડયાગા ડાગાગ્ને હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ તેમનાં જેકેટની બાંય ઉપર ઈરાનનો ધ્વજ ચીપકાવ્યો હતો અને તેની ઉપર લખાણ હતું : અલ્લાહની મિલકત.



