दुनिया

ત્રણ કલાકમાં જ એવું શું બન્યું કે ટ્રમ્પે ઈરાન ઉપર હુમલાની અને ખામેનેઈના ખાત્માને મંજૂરી આપી ? | just three hours that Trump approved the attack on Iran and the elimination of Khamenei



– એક તરફ પરમાણુ મુદ્દે મંત્રણા ચાલી રહી હતી ત્યાં અચાનક અમેરિકા-ઇઝરાયલે ઈરાન ઉપર પ્રચંડ આક્રમણ શરૂ કરી દીધું

વોશિંગ્ટન/તહેરાન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ટેક્સાસ પહોંચ્યા ત્યારે ત્યાં લેન્ડ કર્યા પછી સાંજે ૪:૦૩ મિનિટે રિપોર્ટસને કહ્યું, કે તેઓ મંત્રણાથી ખુશ નથી. પરંતુ તેઓએ ત્યારે તેમ કહ્યું જ ન હતું કે તેઓએ મિલિટરી ઓપરેશનને મંજૂરી આપી છે કે નહીં.

વૈશ્વિક રાજકારણને આંચકો આપનારી પ્રચંડ લશ્કરી કાર્યવાહી માટે ૨૦ ફેબુ્રઆરીને શુક્રવારે સાંજે સાત વાગે તો લશ્કરી કાર્યવાહી માટે સેનાને હુકમ આપી દીધો. જે કાર્યવાહીનું નામ ઓપરેશન એપિક ક્યુરી આપવામાં આવ્યું.

પ્રશ્ન તે છે કે બપોરે ૪ વાગે તો ભલે ખુશ ન હોય છતાં મંત્રણાની વાત કરતા હતા ત્યાં ત્રણ જ કલાકમાં આટલો જબરજસ્ત હુમલો શા કારણે શરૂ કરી દીધો.

૨૭મી ફેબુ્રઆરીએ પણ તેઓએ એરફોર્સ-૧માં પત્રકારો સાથેની વાતચીતમાં તો તત્કાળ કોઈ સૈન્ય કાર્યવાહી કરવા અંગે ઇનકાર કર્યો હતો.

હકીકત તે છે કે, શુક્રવાર ૨૭ ફેબુ્રઆરી બપોરે ૧૨:૧૫ કલાકે ટ્રમ્પે ટેક્સાસ જવા માટે વ્હાઈટ-હાઉસમાંથી નીકળ્યા ત્યારે રિપોર્ટસને કહ્યું તેઓ ઈરાન સાથેની ન્યુક્લિયર મંત્રણાથી ખુશ નથી છતાં તેમ કહ્યું કે તેમણે કોઈ અંતિમ નિર્ણય તો લીધો જ નથી. તે પછી આશરે ત્રણ જ કલાકમાં ઓપરેશન એપિકક્યુરીને મંજૂરી આપી પાયલોટર્સે આખરી તૈયારીઓ કરી લીધી. યુએસએસ અબ્રાહમ લિંકન અને યુએસએસ જેરાલ્ડ ફોર્ડે પણ સાથોસાથ કાર્યવાહી શરૂ કરી.

તેઓની સાથે તેઓના વિશ્વાસુ સેનેટર્સ જોન કોર્નિન અને ટેડ ક્રૂઝ પણ હતા તેમણે પ્રમુખને કહ્યું કે વાતચીત ચાલુ રાખવાની ઈરાનની તરકીબ છે. તે દ્વારા તે સમયગાળવા માગે છે અને ધાર્યું નિશાન પાડવા માગે છે. (કરેબિયમ-સંવર્ધન) આથી ટ્રમ્પ ચેતી ગયા અને ઓપરેશન એપિક ક્યુરીને મંજૂરી આપી.

ઈરાન પર તબાહી વેરાઈ ગઈ છે. તેના સર્વોચ્ચ નેતા જન્નતનશીન થયા છે આ ઓપરેશનમાં તેઓએ શનિવારે સાંજે ટેક્સાસમાં લેન્ડ થતાં રિપોર્ટરોને પહેલાં તો કોઈ સ્પષ્ટ વાત કરી ન હતી પરંતુ પછી સાચી વાત કહી.



Source link

Related Articles

Back to top button