दुनिया

ખામેનેઇ મારી હત્યા કરાવે એ પહેલા મેં એમને ખતમ કર્યા : ટ્રમ્પ | I killed Khamenei before he killed me: Trump



– મારી હત્યાના બે વખત પ્રયાસ થયા : અમેરિકી પ્રમુખ 

– બ્રિટને ઇરાન પર હુમલા માટે પોતાના ટાપુનો ઉપયોગ કરવાની અમેરિકાને ના પાડતા ટ્રમ્પ ભડક્યા 

નવી દિલ્હી : અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ઇરાનના ટોચના વડા અલી ખામેનેઇનું મોત નિપજ્યું છે. એવામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ખામેનેઇ મને મારી નાખે એ પહેલા જ મે તેમને ખતમ કરી દીધા. આ સાથે જ ટ્રમ્પ બ્રિટનના વડાપ્રધાનના નિવેદનથી પણ નારાજ જોવા મળ્યા હતા.

અમેરિકાના પત્રકાર જોનાથન કાર્લે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મે ઇરાનને લઇને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે લાંબા સમય સુધી વાતો કરી, મે ટ્રમ્પને પૂછ્યું હતું કે સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઇના ગયા બાદ હવે ઇરાનની સત્તા કોણ સંભાળશે તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે હુમલો બહુ જ સટિક અને સફળ રહ્યો, અનેક અધિકારીઓ અને ઉત્તરાધિકારી પણ માર્યા ગયા. મારા પર હુમલો થાય તે પહેલા જ મે ખામેનેઇને મરાવી નાખ્યા.  મને મારી નાખવા બે વખત પ્રયાસ થયા હતા. 

અમેરિકા અને ઇઝરાયેલના ઇરાન પર હુમલા વચ્ચે બ્રિટને ખૂદને અમેરિકા કે ઇઝરાયેલને સાથ આપવાથી દૂર કરી લીધુ હતું, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરના નિર્ણયોથી પણ ટ્રમ્પ નારાજ થયા હતા. ઇરાન પર હુમલા કરવા માટે અમેરિકાએ બ્રિટનને પોતાની જગ્યા આપવા કહ્યું હતું જોકે બ્રિટને અમેરિકાને ના પાડી દીધી હતી જેને પગલે ટ્રમ્પ ભડક્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે બ્રિટિશ પીએમએ મને ઇરાન પર હુમલા કરવા માટે પોતાના ડિએગો ગાર્સિયા ટાપુનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી. ડિએગો ગાર્સિયા હિન્દ મહાસાગારમાં સ્થિત એક દ્વીપ છે. અહીંયા બ્રિટનનું સૈન્ય મથક પણ છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ આ સ્થળનો ઉપયોગ કરવાની ના પાડવાની કદાચ આ પ્રથમ ઘટના છે. જ્યારે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે અમારો દેશ બ્રિટન આ યુદ્ધમાં સામેલ નથી.



Source link

Related Articles

Back to top button