दुनिया
નેતન્યાહુની ઓફિસ પર મિસાઇલ હુમલોનો ઇરાનનો દાવો- ઇઝરાયેલે દાવો ફગાવ્યો | Iran claims missile attack on Netanyahu’s office Israel denies claim

![]()
જેરુસલામ,૨ માર્ચ,૨૦૨૬,સોમવાર
ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) એ તેલ અવીવમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસ પર મિસાઇલ હુમલો કરવાનો દાવો કર્યો છે. જો કે ૭૬ વર્ષના ઇઝરાયેલી પ્રધાનમંત્રી એ સમયે ઓફિસ હતા કે નહી તે જાણવા મળતું નથી. આઆરજીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૦ વેવ દરમિયાન ખૈબર શેકન બેલાસ્ટિક મિસાઇલોએ ઇઝરાયેલી પીએમ નેતન્યાહુની ઓફિસ અને સરકારના એર ફોર્સ કમાંડરના સ્થળે ટારગેટ અને સરપ્રાઇઝ હુમલા કર્યા છે. જો કે ઇઝરાયેલે ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના દાવાને નકારી દીધો છે. નેતન્યાહુની ઓફિસ પર આવો કોઇ જ હુમલો થયો નથી.


