અમેરિકા-ઈઝરાયલે ઈરાનનાં કોનાર્કા નૌકા મથક પર હુમલો કર્યો : ઈરાનનાં યુદ્ધ જહાજને ડૂબાડયાં | US Israel attack Iran’s Konark naval base: Iranian warship sunk

![]()
– ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના મૃત્યુ પછી પરિસ્થિતિ સ્ફોટક બની ગઈ છે : ઈરાને સત્તાવાર રીતે યુદ્ધ-સ્થિતિ જાહેર કરી છે
નવી દિલ્હી : ઈરાન યુદ્ધ પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે. ઈઝરાયલ- અમેરિકાના પ્રવેગી હુમલાએ ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેઈનની જાન લીધી છે. તેઆના મૃત્યુ પછી મધ્ય પૂર્વમાં સ્થિતિ સ્ફોટક બની ગઈ છે. ઈરાન અને ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચે સામસામી મિસાઇલ વર્ષા થઈ રહી છે. ઈરાને ઈઝરાયલ ઉપરાંત તે ખાડી દેશોને નિશાન બનાવ્યા છે કે, જ્યાં અમેરિકાના સૈન્ય મથકો છે. ઈરાને દુબઈ, કુવૈત, બહેરિન, કતાર અને ઓમાન જેવા દેશોનાં આકાશ લાલ કરી દીધા છે. સામે ટ્રમ્પના સખ્ત આદેશોએે યુદ્ધની દિશા જ બદલી નાખી છે. તેની ભારત સહિત દુનિયાના દેશો ઉપર સીધી અસર પડે છે. ક્રૂડની કિંમત આકાશને સ્પર્શી રહી છે, મીડલ-ઇસ્ટમાં સીબીએસઇ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એકઝામિનેશન) ની પરીક્ષા બંધ રહી છે. ઈરાન કહે છે કે
‘અમે ૨૭ અમેરિકન થાણા ઉપર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા છે.
* દુબઈ-ઓમાનમાં અનેક સ્થળોએ હુમલા : શેર બજાર બંધ
* અમેરિકાએ તીવ્ર હુમલાની ચેતવણી આપી છે.
* ભારત-હાઈએલર્ટ પર : વિદેશ મંત્રાલય પરિસ્થિતિ ઉપર સતત નજર રાખે છે.
અમેરિકા-ઈઝરાયલે, ઈરાનના કોનાર્કા નૌકા મથક પર હુમલો કરી ૩ યુદ્ધ જહાજો ડૂબાડી દીધા.
* ઈરાને યુદ્ધની સ્થિતિ જાહેર કરી.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ફલોરિડાથી વ્હાઈટ હાઉસ પહોંચી ગયા. ત્યાં પહોંચતા પત્રકારોનું હાથ હલાવી અભિવાદન કર્યું. અંગૂઠો ઉઠાવી ઇશારો આપી દીધો. ખામેનેઇનાં મૃત્યુ પછી ઈરાનનું નેતૃત્વ કોણ કરશે તેવા અને તેને સંકલિત પ્રશ્નોના પ્રમુખે જવાબ આપવાની ના કહી.
ચીને, અમેરિકા-ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલાની ઉગ્ર ટીકા કરતાં કહ્યું : આ આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનો ખુલ્લો ભંગ છે. ચીને તમામ પક્ષોને મંત્રણા દ્વારા પ્રશ્નના ઉકેલ માટે મંત્રણા કરવા કહ્યું છે.



