दुनिया

અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, લેબેનોનના 18 ગામોને ખાલી કરવા ઈઝરાયલનો આદેશ | Mansoureh Khojasteh Dies: Wife of Late Leader Khamenei Succumbs to Injuries After Strikes



Ali Hosseini Khamenei Wife Mansoureh Khojasteh Dies : અમેરિકા અને ઈઝરાયલને ડ્રોન અને મિસાઈલોથી હુમલાઓ કરીને ઈરાનમાં ભારે તબાહી મચાવી છે. આ હુમલામાં શનિવારે ઈરાનનું સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, ત્યારે હવે ખામેનેઈના પત્ની મંસૂરેહ ખોજસ્તેહનું પણ મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. શનિવારે હુમલો થયા બાદ મંસૂરેહને ઈજા થઈ હતી, જોકે સોમવારે (2 માર્ચ) તેમનું મોત થયું છે. 

ખતરો દેખાશે તો જરૂર મારીશું : અમેરિકાની ધમકી

અમેરિકા અને ઈઝરાયેલે શનિવારથી ઈરાન (US-Israeli War Against Iran) સાથે યુદ્ધ શરૂ કરી દીધું છે. ડ્રોન અને મિસાઈલોથી હુમલો કર્યા બાદ હવે અમેરિકાના બી-2 બોમ્બર ઈરાનના આકાશમાં ઈરાનની ધરતી પર ખુરદો બોલાવી રહ્યા છે. બીજીતરફ ઈરાને પણ વળતો જવાબ આપીને આસપાસના છ મુસ્લિમ દેશો પર હુમલો કરીને તબાહી મચાવી છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે દાવો કર્યો છે કે, ‘અમેરિકા-ઈઝરાયલે યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ અમે હવે આ યુદ્ધને ખતમ કરીશું. જો અમેરિકાને ખતરો દેખાશે તો જરૂર મારશે.’

આ પણ વાંચો : ખામેનેઈના મોત મામલે ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું

ચીનનું ઈરાનને સમર્થન

બીજીતરફ ઈરાનના સમર્થનમાં ચીનનું નિવેદન પણ સામે આવ્યું છે. ખામેનેઈના મોત બાદ ચીને દુઃખ વ્યક્ત કર્યું હતું, ત્યારે હવે ચીને કહ્યું છે કે, ઈરાન પોતાની સુરક્ષા કરવા માટે લડી રહ્યું છે. તે પોતાની સંપ્રભુતા માટે લડી રહ્યું છે. અમે ઈરાનનું સમર્થન કરીએ છીએ. ઈરાન-ચીન વચ્ચે ગાઢ સંબંધો હતા. ઈરાન પોતાના ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાંથી 80 ટકા ક્રૂડ ચીનને મોકલતું હતું. એટલું જ નહીં બંને દેશો વચ્ચે ઘણા સમયથી ગાઢ મિત્રતા થઈ હતગી. બંને દેશો ઈન્ફ્રસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ કોરિડોર અને ક્રૂડ ઓઈલની ખરીદી સહિત અનેક મોરચે સંબંધો વધારી રહ્યા હતા. જોકે અમેરિકાના ઈરાન પર હુમલા બાદ ચીનને મોટો ઝટકો લાગ્યો છે અને ઈરાનના ક્રૂડ ઓઈલની ચીન તરફની સપ્લાય બંધ થઈ ગઈ છે.

લેબનોનના 18 ગામોને ખાલી કરવા ઈઝરાયલનો આદેશ

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈઝરાયલી સેનાએ લેબેનોનના 18 ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આઈડીએફે કહ્યું છએ કે, હિઝબુલ્લાહ આ ગામોનો ઉપયોગ કરી રહ્યું છે અને ઈઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ હુમલાઓ કરી રહ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે, ઈરાનના હુમલામાં અમેરિકાના ચોથા સૈનિકનું મોત થયું છે.

આ પણ વાંચો : પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો તો શહેર ખાલી કરાવવા પડશે: ઈરાનમાં યુદ્ધ વચ્ચે કોણે આપી ચેતવણી? 



Source link

Related Articles

Back to top button