गुजरात

ડેરી રોડ પર રીક્ષા પલટી ખાઈ જતા યુવાનનું મોત | Youth dies after rickshaw overturns on Dairy Road



– મૃતકના ભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

– યુવાન રીક્ષામાં બેસી મજૂરી અર્થે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ભાવનગર શહેરના ડેરી રોડ જીવન દીપ હોસ્પિટલ પાસે રીક્ષા પલટી ખાઈ જતા રીક્ષામાં સવાર યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક ખારિયા હનુમાનજી મંદિર પાસે રહેતા રોહિતભાઈ નાથુભાઈ ચૌહાણના ભાઈ મહેશભાઈ નાથુભાઈ ચૌહાણ અને બે માણસો આરટીઓ સર્કલથી રીક્ષા નંબર જીજે ૦૪ એયુ ૮૪૫૪ બંધાવી યુનિવસટીમાં ભરાઈ મજૂરી કરવા માટે જતા હતા.ત્યારે ડેરી રોડ જીવનદીપ હોસ્પિટલ નજીક રીક્ષા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી પલટી ખવરાવી દેતા રીક્ષામાં સવાર ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહેશભાઈનું મોત નીપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ મહેશભાઈએ રીક્ષા ચાલક વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button