ડૉનાલ્ડ ટ્રમ્પની સ્ફોટક ચેતવણી : ઇરાન જો યુદ્ધ વિસ્તારશે તો અભૂતપૂર્વ આક્રમણ કરાશે | Donald Trump’s explosive warning: Iran will be attacked with unprecedented force if war escalates

![]()
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) એ અમેરિકા-ઇઝરાયલ પર વેર વાળવાની જાહેરાત કરતાં અમેરિકાના પ્રમુખે સ્ફોટક ચેતવણી આપી દીધી
વૉશિંગ્ટન: પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશ્યલ પોર્ટલ ઉપર આજે (૧ માર્ચ-રવિવારે) અસામાન્ય ધમકી આપતાં લખ્યું ‘ઇરાને કહ્યું છે કે, તે પ્રચંડ હુમલા કરશે. પહેલાં કર્યા હતા, તે કરતાં પણ વધુ પ્રચંડ હુમલા કરશે. તે માટે કહેવાનું છે કે તેઓ તે ન કરે તે તેમના હિતમાં છે. કારણ કે જો તેઓ તેમ કરશે, તો અમે તેટલી તાકાતથી વળતા પ્રહારો કરીશું કે જે તેમણે કદી જોયા નહીં હોય.’ આ બાબત ઉપર લક્ષ કેન્દ્રિત કરવા આપનો સૌનો આભાર.
ઇરાનના રીવોલ્યુશનરી ગાર્ડ કોર્ટ્સે, અત્યંત તીવ્ર હુમલા કરવાનો પડકાર ફેંક્યો હતો. ખોમેનીની અને અન્યોની અમેરિકા અને ઇઝરાયેલે કરેલી હત્યાનું વેર વાળવા શપથ લીધા પછી થોડા જ કલાકોમાં પ્રમુખ ટ્રમ્પે આવી સ્ફોટક ચેતવણી ઉચ્ચારી હતી. સાથે ઇરાનના લોકોને આવાં ક્રૂર શાસનતંત્રને ઉથલાવી પાડવા વિપ્લવ કરવા એલાન કર્યું હતું.
પ્રમુખ ટ્રમ્પના આ એલાન સાથે વૉલ સ્ટ્રીટમાં શેરો તૂટવા માંડયા છે સાથે દુનિયા ભરની શેરબજારો તૂટી રહી છે. યુદ્ધ વધુ વકરશે તે ભયે બજારો ધૂ્રજી રહ્યાં છે. તેલ હવે હોર્મુઝની સમુદ્ર ધૂનિમાંથી આવતું અટકી જશે. તેમ નિશ્ચિત્ત લાગતાં બ્રેન્ટ સહિત, તમામ ક્રૂડ ભાવો ઉંચકાવા લાગ્યા છે. અમેરિકાના નાટો સાથીઓને ટ્રમ્પને સંયમ રાખવા અનુરોધ કર્યો છે. બ્રેન્ટ ક્રૂડ તો બેરલ દીઠ ડૉલર ૧૦૦ ને પાર કરી ગયું છે.
ખોમેનેનીનાં મૃત્યુને ઇરાને સદોષ મનુષ્યવધ સમાન કહેતાં જાહેર કર્યું છે કે, હત્યારાઓ શિક્ષા વગરના નહીં રહે અને સાથે તે શહીદના શુદ્ધ રક્તના સોગંદ પર વેરની વસૂલાતના શપથ લીધા છે. સમગ્ર રાષ્ટ્રમાં ૪૦ દિવસનો શોક જાહેર કરાયો છે. શનિવારે અમેરિકા-ઇઝરાયેલના હુમલાથી ખામેનીનાં મૃત્યુને ઇરાને પરાજય તરીકે નહીં, પરંતુ ૧૯૮૯થી સામનો કરી રહેલાની વીરતાભરી શહીદી તરીકે જણાવ્યું હતું. તે સર્વવિદિત છે કે યુએસ ઇઝરાયેલે ઓપરેશન એવિક ક્યુરી / લાયન્સ શેર નાં નામે કરેલા હુમલા પછી ઇરાનમાં સત્તાવાળાઓને કટોકટીની સ્થિતિ જાહેર કરવા સાથે દેશભરમાં બ્લેક આઉટ જાહેર કરવા સાથે દેશમાં ફરી અશાંતિ ઉપસ્થિત ન થાય તે માટે તકેદારી રાખી છે. આ સાથે સરકારી પ્રસાર માધ્યમો ઉપર કુરાનની આયાતો વહાવવી શરૂ કરી દીધી છે.


