ચુડાના ભાણેજડા ગામમાંથી રૂ. 1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 1 12 lakh seized from Bhanejda village in Chuda

![]()
– પોલીસના દરોડામાં આરોપી ફરાર
– પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની 448 બોટલ કબજે કરી : એક શખ્સ વિરૂદ્ધ ગુનો
ચુડા : ચુડા તાલુકાના ભાણેજડા ગામમાંથી રૂ.૧.૧૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો ચુડા પોલીસે ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે દારૂની ૪૪૮ બોટલ કબજે કરી એક શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
ચુડા પોલીસ સ્ટેશનનાં પીઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી. કે ભાણેજડા ગામે રહેતો શિવરાજ હકુભાઈ ખાચર કોરડા ગામની સીમમાં વસાળાના માર્ગે આવેલ પોતાના ખેતરમાં કડબના ઢગલા નીચે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ – ૪૪૮ જે.ની.કિ.રૂ. ૧,૧૨,૦૦૦ નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જ્યારે રેડ દરમ્યાન શિવરાજ ખાચર હાજર નહીં મળી આવતાં ચુડા પોલીસે તેના વિરૂદ્ધ તથાં તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૂદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.



