दुनिया

ખામેનેઇની હત્યાથી પાક.માં રોષ, યુએસ યુએન ઓફિસો પર હુમલો : 12નાં મોત | Khamenei’s assassination sparks outrage in Pakistan US UN offices attacked: 12 dead



– કરાચીમાં અમેરિકન કોન્સ્યુલેટને ઘેરી લેવાયું

– ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં શિયા મુસ્લિમો રસ્તા પર ઉતર્યા, યુએનની કચેરીને આગને હવાલે કરાઇ, અનેક પોલીસકર્મી પણ ઘાયલ

ઇસ્લામાબાદ: અમેરિકા અને ઇઝરાયેલની સંયુક્ત એરસ્ટ્રાઇકમાં ઇરાનના ટોચના વડા અલી ખામેનેઇનું મોત નિપજ્યું હતું, આ હુમલાના વિરોધમાં પાકિસ્તાનમાં રોષ જોવા મળ્યો હતો, પાકિસ્તાનીઓએ કરાચીમાં આવેલા અમેરિકન કોન્સ્યુલેટને ઘેરી લીધુ હતું. હિંસક વિરોધ પ્રદર્શનમાં ૧૨ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની અને અમેરિકન પોલીસના ગોળીબારમાં આ મોત નિપજ્યા છે. ખામેનેઇના મોતના સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં પણ દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી અને લોકોએ રોષ ઠાલવવા માટે અમેરિકાના કોન્સ્ટુલેટને નિશાન બનાવી હુમલો કરી દીધો હતો. ટોળાને વિખોરવા માટે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઇ હતી, પોલીસે શરૂઆતમાં લાઠીચાર્જ, આંસુ ગેસ વગેરેનો પ્રયોગ કર્યો હતો. જોકે સ્થિતિ કાબુમાં ના આવતા અંતે ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. જેમાં કુલ ૧૨ લોકોના મોત નિપજ્યા છે. પાકિસ્તાનમાં અન્ય શહેરોમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. પાકિસ્તાની અને અમેરિકન સુરક્ષાદળો દ્વારા આ જવાબી કાર્યવાહી કરાઇ હોવાના અહેવાલો છે.  

ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા, એવામાં અહીંના સ્કાર્દુમાં આવેલી સંયુક્ત રાષ્ટ્રની ઓફિસને આગને હવાલે કરી દેવાઇ હતી, જેને પગલે ઇમારતને ભારે નુકસાન થયું હતું. જે પણ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થયા ત્યાં શિયા મુસ્લિમોની સંખ્યા વધુ છે. ખામેનેઇ એક શિયા બહુમત દેશના વડા હોવાથી શિયા મુસ્લિમોમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. કરાચીના રેડ ઝોનમાં બહુ જ મોટી સંખ્યામાં પોલીસ સુરક્ષાકર્મીઓને ખડકી દેવામાં આવ્યા હતા. જ્યારે ઇસ્લામાબાદમાં કરફ્યુ લાગુ કરાયો હતો ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરાયા છે.    લાહોરમાં પ્રેસ ક્લબ બહાર મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા હતા, હાથમાં ખામેનેઇની તસવીર અને અમેરિકા વિરોધી સુત્રો સાથે લોકોએ ધરણા પણ કર્યા હતા. 



Source link

Related Articles

Back to top button