दुनिया

‘1 મહિનાથી પણ વધુ સમય ચાલશે યુદ્ધ…’ ટ્રમ્પના નિવેદને મિડલ ઈસ્ટમાં ટેન્શન વધાર્યું | Trump on US Soldiers Martyrdom and Saudi Entry in War March 2026



Trump on US Soldiers Martyrdom | અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના હુમલાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈનિકોની શહાદત પર દુઃખ વ્યક્ત કરવાની સાથે ભવિષ્યની રણનીતિ અંગે મહત્વના સંકેતો આપ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય અભિયાન અત્યારે પૂરી તાકાત સાથે ચાલુ છે અને આ યુદ્ધની સ્થિતિ એક મહિનાથી પણ વધુ સમય સુધી લંબાઈ શકે છે. 

સૈનિકોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુદ્ધમાં જાન ગુમાવનારા ત્રણ અમેરિકી સૈનિકોને ‘મહાન’ ગણાવ્યા છે. તેમણે સ્વીકાર્યું હતું કે તેમના બીજા કાર્યકાળમાં આ પ્રથમ અમેરિકી જાનહાનિ છે. અગાઉ વેનેઝુએલાના તાનાશાહ નિકોલસ માદુરોની ધરપકડ અને ઈરાની પરમાણુ મથકો પર કરાયેલી બોમ્બમારીમાં કોઈ મૃત્યુ થયા નહોતા. ટ્રમ્પે જણાવ્યું કે અધિકારીઓએ શહીદ સૈનિકોના પરિવારોનો સંપર્ક કર્યો છે અને તેઓ પોતે પણ યોગ્ય સમયે આ પરિવારોને મળશે.

ઈરાન સાથે વાતચીતની શક્યતા

ઈરાન સાથે ભવિષ્યમાં વાતચીતની શક્યતા પર ટ્રમ્પે હકારાત્મક વલણ દાખવ્યું છે. તેમણે જણાવ્યું કે ઈરાની પક્ષ વાતચીત કરવા ઈચ્છે છે, પરંતુ તેમણે આ પ્રયાસ ગયા અઠવાડિયે જ કરવાની જરૂર હતી. હાલમાં ટ્રમ્પ જનરલો સાથે બેઠક કરી રહ્યા છે અને સ્થિતિનું સતત અપડેટ મેળવી રહ્યા છે.

સાઉદી અરેબિયાની જંગમાં એન્ટ્રી

ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે સાઉદી અરેબિયા પણ આ લડાઈમાં સામેલ થઈ રહ્યું છે, કારણ કે તેને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમણે બહેરીન, કતાર અને જોર્ડન જેવા મિત્ર દેશોના નેતાઓ સાથે પણ ચર્ચા કરી છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં લોકશાહી પાંગરી શકે છે અને ત્યાં ઘણી સકારાત્મક વસ્તુઓ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ધમકાવતા કહ્યું કે હથિયાર નહીં નાખો તો મૃત્યુ નક્કી 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ઈરાનની સેનાને કહી દેવા માગુ છું કે તેઓ સરન્ડર કરી દે. જો તેઓ આવું નહીં કરે તો તેમનો ખાત્મો નક્કી જ છે. ઈરાન પર અમે એવી તાકાતથી હુમલો કરીશું કે અગાઉ ભૂતકાળમાં ક્યારેય નહીં થયું હોય. 



Source link

Related Articles

Back to top button