मनोरंजन
મૃણાલ ઠાકુરની ડકૈત ફિલ્મ ચોથી વાર પાછળ ઠેલાઈ | Mrunal Thakur’s Dakait film postponed for the fourth time

![]()
મુંબઈ: મૃણાલ ઠાકુર અને અદિવી સેશની ફિલ્મ ‘ડકૈત’ ચોથી વાર પાછળ ઠેલાઈ છે. હવે આ ફિલ્મ આગામી એપ્રિલ મહિનામાં રજૂ થશે અને તે ત્યારે અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂતબંગલા’ સાથે ટકરાશે. આ ફિલ્મ મૂળ ગત ડિસેમ્બરમાં જ રીલિઝ થઈ જવાની હતી. પરંતુ, અદિવી શેઠની ઈજાને કારણે શૂટિંગ લંબાઈ જતાં તે માર્ચની ૧૯મી તારીખ પર ઠેલાઈ હતી. જોકે, આ દિવસે બે મોટી ફિલ્મો ‘ધુરંધર પાર્ટ ટુ’ અને ‘ટોક્સિક’ રજૂ થવાની હોવાથી ફિલ્મ વધુ એક સપ્તાહ માટે પાછળ ઠેલવામાં આવી હતી. હવે એ તારીખ પણ રદ કરીને એપ્રિલ મહિનાની ૧૦મી તારીખ નક્કી કરવામાં આવી છે.
ફિલ્મમાં અનુરાગ કશ્યપ, અતુલ કુલકર્ણી અને પ્રકાશ રાજ સહિતના કલાકારો છે. જોકે, કદાચ મેકર્સને પોતાની ફિલ્મની બોક્સ ઓફિસ પર કમાણીની ક્ષમતા પર ભરોસો નથી રહ્યો એટલે તેઓ વારંવાર ફિલ્મની રીલિઝ ડેટ બદલી રહ્યા છે.



