दुनिया

ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કર્યો! સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં અમેરિકાનો મોટો ધડાકો | us claims iran tried to kill donald trump un security council



Iran Israel War : અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા સૈયદ અલી ખામેનેઈનું મૃત્યુ થયું છે. ગઈકાલે વહેલી સવારે ઈઝરાયેલે ઈરાનના અનેક શહેરો અને સૈન્ય મથકો પર ઉપરાઉપરી હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ઈરાનના મિલિટરી બેઝ, એરફિલ્ડ અને સરકારી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આજે પણ ઈરાનમાં હુમલાનો દોર ચાલુ છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (UN) માં અમેરિકાએ મોટો દાવો કર્યો છે. અમેરિકી રાજદૂત માઈક વોલ્ટ્ઝે જણાવ્યું કે, ઈરાન સરકારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી રીતે અને પ્રોક્સી દ્વારા મારવાનો પ્રયાસ કર્યો હતો.

‘ઈરાન ઈઝરાયેલને ખતમ કરવા માંગતું હતું’

યુએન સુરક્ષા પરિષદ (UNSC) માં માઈક વોલ્ટ્ઝે કહ્યું કે, ઈરાન છેલ્લા 47 વર્ષોથી સતત ‘અમેરિકાનું મોત’ (Death to America) ના નારા લગાવી રહ્યું છે અને ઈઝરાયેલને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યું હતું. તેમણે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ હુમલા કરવા, યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કરવા અને મધ્ય પૂર્વમાં શાંતિ માટે ખતરો ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો.

‘ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો’

વોલ્ટ્ઝે ઉમેર્યું કે, ઈરાને ટ્રમ્પને મારવાના પ્રયાસો કર્યા અને પોતાને પીડિત ગણાવીને પોતાની ગતિવિધિઓ છુપાવવાની કોશિશ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનની પ્રવૃત્તિઓ અમેરિકા, તેના સૈનિકો, બેઝ, સાથી દેશો અને વિશ્વભરના ભાગીદારો માટે મોટો ખતરો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનો બચાવ

અમેરિકન-ઈઝરાયેલ ઓપરેશન અંગે અમેરિકાએ UNSC માં જણાવ્યું કે, આ પગલું UN ચાર્ટરના આર્ટિકલ 51 હેઠળ દેશ અને તેના સાથીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું કાયદેસરનું પગલું છે. વોલ્ટ્ઝે એવું પણ જણાવ્યું કે, ઈરાની જનતા આ હુમલાઓ અંગે ફરિયાદ નથી કરી રહી, પરંતુ જશ્ન મનાવી રહી છે, કદાચ તેઓ પોતાની આઝાદીની આશા રાખી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button