राष्ट्रीय

માર્ચમાં ગરમી ભૂક્કા બોલાવશે, IMDની મોટી આગાહી, જાણો હોળી પર કેવું રહેશે હવામાન | Weather Forecast IMD Predicts Scorching Temperatures in March Holi



Weather Update: ભારતમાં આ વર્ષે સમયથી પહેલા ગરમી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે(IMD) તાપમાન વધવાની ચેતવણી આપી છે. જેમાં માર્ચના પહેલા સપ્તાહથી ગમીનો પારો હાઈ થઈ શકે છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. તેવામાં લોકોના મનમાં સવાલો છે કે, શું માર્ચ અને હોલી-ધૂળેટી તહેવારમાં હવામાન કેવું રહેશે અને શું આ વર્ષે ઉનાળો જલ્દી આવશે?

શું ઉનાળો વહેલો આવી રહ્યો છે?

ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચ, 2026ના પહેલા અઠવાડિયામાં અને આગામી પાંચ દિવસમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. માર્ચના પહેલા અઠવાડિયામાં હોળી સુધીમાં ભારતમાં ઉનાળાની શરૂઆત થવાની શક્યતા છે. જેમાં કેટલીક જગ્યાએ તાપમાનમાં 5 થી 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ ધારણા છે.

કેમ વધી રહ્યું છે તાપમાન?

ઉનાળાની વહેલી શરૂઆતની સંભાવના એ સવાલો ઉભો કરે છે કે, આ વર્ષે તાપમાન આટલી ઝડપથી કેમ વધી રહ્યું છે? વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ઉનાળાના અકાળ આગમનમાં ફાળો આપી રહ્યું છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે, પરંતુ તેની અસર ઓછી રહેશે.

આ પણ વાંચો: VIDEO: મુંબઈમાં વિદેશી મહિલા સાથે ગેરવર્તન, સેલ્ફી પડાવવા 15 મિનિટ સુધી પીછો કર્યો

હોળી-ધૂળેટી પર હવામાન કેવું રહેશે?

ભારતમાં 2-4 માર્ચે હોળી-ધૂળેટી ઉજવવામાં આવી રહી છે. આ સમય દરમિયાન ખૂબ ગરમી રહેવાની ધારણા છે. IMDની આગાહી મુજબ, ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં 4 થી 10 માર્ચ દરમિયાન પહેલીવાર તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઉત્તર ભારતમાં હોળી પછી રાજસ્થાનમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, માર્ચના પહેલા બે અઠવાડિયામાં કોઈ રાહતની અપેક્ષા નથી.



Source link

Related Articles

Back to top button