दुनिया

ખામેનેઈ બાદ ઈરાનના નવો ‘સુલ્તાન’ કોણ? ઉત્તરાધિકારીની રેસમાં આ 2 શક્તિશાળી નામ સૌથી આગળ | Who will lead Iran after Khamenei’s death Top 2 Successors



Who will lead Iran after Khamenei’s death? : અમેરિકા અને ઈઝરાયેલના ભીષણ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહઅલી ખામેનેઈના મોતના સમાચાર બાદ હવે સમગ્ર વિશ્વની નજર એ વાત પર છે કે ઈરાનની કમાન કોણ સંભાળશે? ઈરાનમાં સર્વોચ્ચ નેતાનું પદ સૌથી શક્તિશાળી હોય છે, અને આ પદ પર હવે કોની વરણી થશે તે માટે બે મહત્વના નામો ચર્ચામાં છે.

નવા સુપ્રીમ લીડરની શોધ

ઈરાની મીડિયા (પ્રેસ ટીવી) એ ખામેનેઈના મોતની પુષ્ટિ કર્યા બાદ હવે નવા નેતાની પસંદગી માટેની પ્રક્રિયા તેજ બની છે. ઈરાનના બંધારણના ‘વિલાયત-એ-ફકીહ’ સિદ્ધાંત મુજબ, આ પદ માત્ર એક ઉચ્ચ ધાર્મિક વિદ્વાન (મૌલવી) ને જ મળી શકે છે. જોકે, ખામેનેઈએ તેમના જીવનકાળ દરમિયાન કોઈ વારસદારનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું નહોતું.

રેસમાં આ બે દિગ્ગજ નામો:

વર્તમાન પરિસ્થિતિમાં ઈરાનની સત્તાના સિંહાસન માટે બે મુખ્ય દાવેદારોના નામ સામે આવી રહ્યા છે:

1. મોજતબા ખામેનેઈ: આયતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર. તેઓ પડદા પાછળ રહીને લાંબા સમયથી ઈરાની રાજકારણ અને સુરક્ષા તંત્રમાં મોટો પ્રભાવ ધરાવે છે.

2. હસન ખામેનેઈ: ઈરાનના સ્થાપક આયતુલ્લાહ ખામેનેઈના પૌત્ર. તેઓ પણ ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં જાણીતું નામ છે.

પાવર બ્રોકર્સ અને IRGCની ભૂમિકા

ઈરાનમાં નવા સર્વોચ્ચ નેતાની પસંદગી 88 ધાર્મિક વિદ્વાનોની ‘નિષ્ણાતોની પરિષદ’ (Assembly of Experts) દ્વારા કરવામાં આવે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે અસલી નિર્ણય ઈરાનની સૌથી શક્તિશાળી સૈન્ય પાંખ ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ’ (IRGC) અને પાવર બ્રોકર્સના હાથમાં હશે. ખાસ વાત એ છે કે, શનિવારના હુમલામાં IRGC કમાન્ડર મોહમ્મદ પાકપુરના મોત બાદ હવે આંતરિક સત્તાનું સંતુલન બદલાઈ શકે છે.

ઈરાન સામે મોટો પડકાર

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, અત્યારે ઈરાનમાં એવો કોઈ નેતા નથી જેની પાસે ખામેનેઈ જેવી સર્વસ્વીકૃત સત્તા હોય. નવા આવનાર નેતા માટે રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને મોટા ધાર્મિક સંસ્થાઓ પર નિયંત્રણ મેળવવું એ સૌથી મોટો પડકાર સાબિત થશે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન ઉદારવાદી માનવામાં આવે છે, પરંતુ તેમની સ્થિતિ પણ અત્યારે સ્પષ્ટ નથી.

ઈરાનના નવા કમાન્ડર ઈન ચીફનું એલાન 

બીજી બાજુ ઇરાનના નવા કમાન્ડર ઈન ચીફના નામનું એલાન થઈ ગયું છે. ઈરાની મીડિયાના અહેવાલ અનુસાર બ્રિગેડિયર જનરલ અહેમદ વહીદીને IRGCના નવા કમાન્ડર ઈન ચીફ તરીકે નિમાયા છે. 



Source link

Related Articles

Back to top button