गुजरात
હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે ગુનો દાખલ | Case registered against retired army man for firing in air

![]()
વડોદરા,હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ ગત ૧૬ મી જાન્યુઆરીએ બપોરે અઢી વાગ્યે બાર બોરનું વેપન સર્વિસ કરી એક રાઉન્ડ બ્લેન્ક હવામાં ફાયર કરતો દેખાતો હતો.જે અંગે પોલીસે તપાસ કરતા ફાયરિંગ કરનાર નિલેશ તુકારામ ઉત્તેકર (રહે. રામદેવનગર, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર) હોવાની ઓળખ થઇ હતી. પોલીસે તેને પકડી લાવી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. નિલેશ ઉત્તેકર નિવૃત્ત આર્મીમેન છે. નિવૃત્તિ પછી તે હાલમાં બેન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.


