दुनिया

‘અમેરિકાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો’, ઈરાન પર હુમલા બાદ રશિયા ગુસ્સે થયું | us israel iran war russian official says america shows true colours iran attack



Iran Israel Conflict News: ઈઝરાયલે અમેરિકા સાથે મળીને ઈરાન પર આજે શનિવાર સવાર આઠ વાગ્યાથી હુમલા શરુ કરી દીધા, જેમાં ખાસ કરીને ઈરાનના છ શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ કાળે ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દે, તેવામાં ઈરાન પર થયેલા હુમલા અંગે રશિયાની તીખી પ્રતિક્રિયા સામે આવી છે.

રશિયાના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રી સાથે કરી વાત

યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી લાવરોવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વાતચીત કરી છે. રશિયાએ ઈરાન પર થયેલા હુમલાની નિંદા કરી છે. રશિયાએ કહ્યું કે, ‘આ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે.’

અમેરિકાએ અસલી રંગ દેખાડ્યો: રશિયા

રશિયાના અધિકારીનું કહેવું છે કે, ઈરાન પર હુમલો કરીને અમેરિકાએ તેનો અસલી રંગ બતાવી દીધો છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનના નજીકના સહયોગી દિમિત્રી મેદવેદેવ, જે રશિયા સંઘની સુરક્ષા પરિષદના વર્તમાન ડેપ્યુટી ચેરમેન છે તેમણે અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે અમેરિકા સૈન્ય અભિયાન પહેલા ઈરાન સાથે ન્યુક્લિયર વાતચીતને માત્ર દેખાડા માટે ઉપયોગ કરી રહ્યું હતું. 

વાતચીત માત્ર કવર ઓપરેશન હતું: રશિયા

દિમિત્રી મેદવેદેવએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, શાંતિ સ્થાપવાની વાતો કરવાવાળાએ તેનો સાચો રંગ બતાવી દીધો છે. ઈરાન સાથેની તમામ વાતચીત એક કવર ઓપરેશન હતું. જેથી તેના પર કોઈ શક ન કરી શકે, પણ સત્ય એ છે કે તે કોઈ પણ વાત પર સંમતિ સાધવા માંગતુ ન હતું. 

આ હુમલા બેજવાબદાર: રશિયા

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ વચ્ચે રશિયાએ તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવા અપીલ કરી છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ‘પરિસ્થિતિને રાજકીય અને રાજદ્વારી ઉકેલ તરફ લઈ જવી જોઈએ, આ હુમલા બેજવાબદાર છે, પ્રદેશને વધુ અસ્થિર કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘટનાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું જોઈએ, પરસ્પર આદર અને હિતોના સંતુલનના આધારે શાંતિપૂર્ણ ઉકેલ માટે સહયોગ આપવા રશિયા તૈયાર છે’

હુમલા બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન

ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, ‘ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાના પ્રયાસ કરી રહ્યું હતું. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું.’ 

ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલની મોટી ધમકી

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતાં કહ્યું કે, ‘ઈરાને પરમાણુ પ્રોગ્રામ ખતમ કરવા જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે, છેલ્લા 47 વર્ષોથી આયતોલ્લા શાસન ‘ડેથ ઑફ ઈઝરાયલ’ અને ‘ડેથ ઑફ અમેરિકા’ના નારા લગાવીને નિર્દોષોનું લોહી વહાવતું આવ્યું છે. આ ખૂની અને આતંકવાદી શાસનને એવા પરમાણુ હથિયારોથી સજ્જ થવા દેવામાં આવશે નહીં જે સમગ્ર માનવજાત માટે ખતરો બની શકે’

આ યુદ્ધ તમે શરુ કર્યું છે પણ હવે તેને ખતમ અમે કરીશું: ઈરાન

અનેક શહેરો પર થયેલા હુમલા બાદ અમેરિકા અને ઈઝરાયલને ઈરાને સીધી રીતે ધમકી આપી દીધી છે કે, ‘હુમલો તમે શરુ કર્યો છે, પરંતુ આ યુદ્ધને ખતમ અમે કરીશું.’

આ પણ વાંચો: ‘ઈરાન પર થયેલા અકારણ હુમલાની નિંદા થવી જોઈએ’, કોંગ્રેસે PM મોદીના ઇઝરાયલ પ્રવાસ પર કર્યા પ્રહાર

અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો શા માટે કર્યો?

આ હુમલો થવા પાછળના મુખ્ય કારણોમાં જૂન 2025માં થયેલું 12 દિવસનું ભીષણ હવાઈ યુદ્ધ અને ઈરાનનો વિવાદિત પરમાણુ કાર્યક્રમ જવાબદાર છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ પ્રોગ્રામને રોકવા માટે એક કડક અલ્ટીમેટમ આપ્યું હતું, જેની સમયસીમા પૂરી થયા બાદ આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકા અને ઈઝરાયલનું માનવું છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની ખૂબ જ નજીક પહોંચી ગયું હતું, જે વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે તેમ હતું. આ જોખમને કાયમ માટે ખતમ કરવાના હેતુથી જ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ્સ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને આ ‘પ્રી-એમ્પટીવ સ્ટ્રાઇક’ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button