गुजरात

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી ગુમાવ્યા | cheater gang robbed gold chain and ring in guise of naga baba at vadodara



Vadodara : પોરબંદર કડિયા પ્લોટ શેરી નંબર પાંચમાં રહેતા સીનીયર સીટીઝન મુકેશભાઈ લાલજીભાઈ થાનકીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે, ગઈકાલે હું પોરબંદરથી વડોદરા ભાયલી સ્ટેશનની બાજુમાં પ્રયોશા ગ્રીન ફ્લેટમાં રહેતા મારા દીકરાના ઘરે આવ્યો હતો. ત્યારબાદ અમે યોગી રેસીડેન્સી નવા મકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી હું ત્યાં ચાલતો જતો હતો. ત્યારે સમનવય સ્ટેટસના રોડ પર કાર ઊભી હતી અને તેમાં સવાર ટોળકીએ મને ઉભો રાખ્યો હતો.

કારમાં બેઠેલા ડ્રાઈવરે મને ઊભો રાખી પુછ્યું હતું કે નજીકમાં મંદિર ક્યાં આવેલું છે મારે મંદિર જવું છે અને મેં જવાબમાં ડ્રાઇવરને કહ્યું કે હું અજાણ્યો માણસ છું મને ખબર નથી. કાર અંદર બેઠેલા ડ્રાઈવરની મોબાઈલ ફોન પર વાત ચાલુ હતી અને તેનો મોબાઈલ ફોન મને આપેલો. તેણે મને ફોન પર વાત કરવા આપતા હું વાત કરતો હતો ત્યારે સામેથી કોઈ અજાણ્યા વ્યક્તિએ મને કહ્યું કે કોઈ મંદિર હોય તો આ લોકોને બતાવો. તે વખતે ડ્રાઇવરની બાજુની સીટ પર નગ્ન હાલતમાં અને શરીર ભભૂતિ લગાવીને બેઠેલો હતો. અજાણ્યા વ્યક્તિએ મને તેની બાજુ બોલાવતા હું ત્યાં ગયો હતો. મેં તેઓને નજીકમાં આટલાદરા સ્વામિનારાયણ મંદિર છે તેવું  કહેતા નગ્ન બાવાના વેશમાં બેઠેલા વ્યક્તિએ મારી નજર ચૂકવી મારા ગળામાંથી સોનાની 45 ગ્રામ વજન સોનાની ચેન તથા જમણા હાથમાં પહેરેલી સોનાની 17 ગ્રામ વજનની વીંટી સેરવી લીધી હતી, ત્યારબાદ આ કાર ચાલકો ભાગી ગયા હતા.



Source link

Related Articles

Back to top button