मनोरंजन
દીપિકાએ હોલિવુડની ધી વ્હાઈટ લોટસ સીરિઝ છોડી દીધી | Deepika leaves Hollywood’s The White Lotus series

![]()
– ઓડિશનની શરતનો અસ્વીકાર કર્યો
– ભારતમાં પણ કલ્કિ ટુ અને સ્પિરિટ સહિતની ફિલ્મો છોડી ચૂકી છે
મુંબઇ : દીપિકા પદુકોણે એમી પુરસ્કાર વિજેતા સીરિઝ ‘ધી વ્હાઈટ લોટસ’ની ચોથી સીઝન છોડી દીધી છે.આ સીરિઝમાં કાસ્ટિંગ માટે ઓડિશન આપવું અનિવાર્ય હતું. પરંતુ, દીપિકા તે માટે તૈયાર થઈ ન હતી. આખરે મતભેદોેને પગલે તેણે આ શો છોડી દીધો છે.
છેલ્લા થોડા મહિનાઓથી દીપિકા આ સીરિઝ કરી રહી હોવાની ચર્ચાઓ હતી.
‘ધી વ્હાઇટ લોટસ’ના નિર્માતાઓ લાંબા સમયથી દીપિકાને આ શોમાં લેવા ઉત્સુક હતા. આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે ગર્ભવતી હોવાથી તે સ્વીકારી શકી નહોતી. આ પછી તે શોની આગામી સીઝનમાં કામ કરવા તૈયાર થઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં દીપિકા ‘સ્પિરિટ’ તથા ‘કલ્કિ ટુ’ સહિતની ફિલ્મો પણ છોડી ચૂકી છે.



