दुनिया

પેરામાઉન્ટ 111 અબજ ડોલરમાં વોર્નર બ્રધર્સ સ્ટુડિયોને ખરીદશે | Paramount to buy Warner Bros Studios for 111 billion



– નેટફ્લિક્સની 88 અબજની ડોલરની ઓફરની સામે 

– પેરામાઉન્ટે 31 ડોલર પ્રતિ શેરની કેશ ઓફર આપી હતી : નેટફ્લિક્સ રેસમાંથી નીકળી જતા હોલીવુડના બે દિગ્ગજ સ્ટુડિયો એક થશે

કેલિફોર્નિયા : સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સે હોલીવુડના દિગ્ગજ સ્ટુડિયો વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને ખરીદવાની રેસમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. આ સાથે જ પેરામાઉન્ટ સ્કાયડાન્સ માટે વોર્નર બ્રધર્સ ખરીદવાનો રસ્તો આસાન    થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને ખરીદવા માટે નેટફ્લિક્સ અને પેરામાઉન્ટ સ્કાયડાન્સ વચ્ચે લાંબા સમયથી સ્પર્ધા ચાલી રહી હતી. જેમાં, શરૂઆતમાં નેટફ્લિક્સ ફેવરિટ રહ્યું હતું. પરંતુ, પેરામાઉન્ટ સ્કાયડાન્સે અચાનક ઊંચી બોલી લગાવી હતી.  

રિપોર્ટ મુજબ, પેરામાઉન્ટ સ્કાયડાન્સની ૧૧૧ અબજ ડોલરની ઓફર પર વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના બોર્ડમાં  ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સની ૨૭.૭૫ ડોલર પ્રતિ શેરની ઓફર સામે પેરામાઉન્ટે ૩૧ ડોલર પ્રતિ શેરની કેશ ઓફર આપી હતી. નેટફ્લિક્સના સીઈઓ ટેડ સરાન્ડોસ અને ગ્રેગ પીટર્સે કહ્યું કે, જ્યારે પેરામાઉન્ટ સ્કાયડાન્સની નવી ઓફર સામે આવી ત્યારે અમને લાગ્યું કે, હવે આ સોદો નફાકારક નથી રહ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ સોદો તેમના માટે જરૂરિયાત નહોતો. પરંતુ, સોદો થાય તો સારું જેવી સ્થિતિ હતી. 

બીજી તરફ, પેરામાઉન્ટ સ્કાયડાન્સ માત્ર સ્ટ્રીમિંગ સર્વિસ જ નહીં પરંતુ, વોર્નર બ્રધર્સ ડિસ્કવરીની તમામ કેબલ ચેનલો જેવી કે, સીએનએન, ફૂડ નેટવર્ક પણ ખરીદશે. આ સોદાની ચર્ચાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ ઉછળ્યું હતું. ટ્રમ્પે નેટફ્લિક્સ સામે કેટલીક શરતો મૂકી હતી. ટ્રમ્પે નેટફ્લિક્સના નિર્ણયમાં દખલગીરી પણ કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. 

પેરામાઉન્ટ અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરી વચ્ચેનો સોદો અમેરિકાના એન્ટી ટ્રસ્ટ કાનૂનમાંથી પસાર થશે. આ સોદો મોટો હોવાથી યુરોપ અને અન્ય દેશોમાં પણ તેની સમીક્ષા કરવામાં આવશે. જાણકારોના મતે, બે મોટા સ્ટુડિયોનું એક થવું મનોરંજન ઉદ્યોગ માટે એક મોટું પગલું છે. આ સોદાના કારણે ભવિષ્યમાં ટીવી અને ઓનલાઈન કન્ટેન્ટની દુનિયા બદલાઈ શકે છે. આ સોદો સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૨૬ વચ્ચે પૂર્ણ થવાની સંભાવના છે.



Source link

Related Articles

Back to top button