गुजरात

ભચાઉમાં પગપાળા જતાં બનેવીને સાળાએ કારથી ચગદી નાખ્યો, પ્રેમ લગ્નનો કરૂણ અંજામ | Kutch News Bhachau Accident Brother in law angry love marriage kills sister husband



Kutch News: કચ્છના ભચાઉમાં અકસ્માતનો કેસ હત્યામાં પરિણ્મયો છે. ગત બુધવારે રાત્રિના આઠ વાગ્યાના સુમારે પગપાળા જઈ રહેલા યુવકનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું. જેની તપાસમાં ઈરાદાપૂર્વક હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો છે. મરણ જનાર યુવકે વર્ષ 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી નારાજ યુવતીના ભાઈએ જમાઈની હત્યા કરી હોવાનો સામે આવ્યું છે. 

બે લોકોએ પ્લાન બનાવી વિનોદને કચડ્યો 

મૃતક વિનોદ ઊર્ફે જીગર પ્રેમજીભાઈ ચૌહાણ જે ભચાઉના રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહે છે. તે બુધવારે  ફૂલવાડી વિસ્તારમાં રોડની એક સાઈડમાં ચાલતો જતો હતો, તેવામાં બોલેરો કયારે તેને ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિનોદ ઊર્ફે જીગર મોતને ભેટ્યો હતો. આ બોલેરો કારમાં બે લોકો સવાર હતા, જેમાં યુવતીનો ભાઈ મેહુલ લાખાભાઈ કોલી કારને હંકારતો હતો અને તેનો મિત્ર હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિ સહ આરોપી હતો. 

વિનોદે 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા

મેહુલની બહેન શિલ્પા સાથે મૃતક વિનોદે 2023માં પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેથી યુવતીના પરિવારજનો ખૂબ જ નારાજ હતા. તેનો ખાર રાખીને યુવતીના ભાઈએ ઈરાદાપૂર્વક વિનોદને કારથી કચડી માર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વિનોદના ભાઈને શંકા જતાં તેને ફરિયાદ નોંધાવી હતી. જેમાં અકસ્માત નહીં પણ યુવતીના ભાઈએ અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. 

આ પણ વાંચો: આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન

સહ આરોપી અને મિત્ર હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિ કાર ડ્રાઈવર છે, તે શેઠની કાર લઈને આવ્યો હતો અને ગુનાને અંજામ આપવા માટે તેને મેહુલને કાર ચલાવવા અપાઈ હતી. આરોપી મેહુલનો ભૂતકાળ ગુનાહિત છે, આ પહેલા વર્ષ 2024માં નગરપાલિકાની રોડ લાઈટ શાખાના હેલ્પર અને તેના પુત્ર પર ચાર આરોપીઓએ છરીથી હુમલો કર્યો હતો, જેમાં મેહુલ અને હર્ષદ પણ સામેલ હતા. જે અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વિનોદ છ સાત મહિના પહેલા એક સંતાનનો પિતા પણ બન્યો હતો. પણ ભાઈએ બહેનના સેંથાનું સિંદૂર ભૂસી નાખતા બાળક પણ નોધારું થઈ ગયું છે.



Source link

Related Articles

Back to top button