૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72nd Senior National Kabaddi Championship

![]()
એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સખાતે આયોજિત ૭૨મી સિનિયર નેશનલ ક્બડ્ડી ચેમ્પિયનશિપ (મેન્સ) માં આજે અંતિમ મેચો ભારે રોમાંચક રહી હતી.
ફાઈનલ મુકાબલામાં રેલવે અને મહારાષ્ટ્ર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. બંને ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હોવા છતાં અંતે રેલવેની ટીમે નિર્ણાયક લીડ મેળવી ૪૯-૩૧ પોઈન્ટથી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.
સેમી ફાઈનલમાં યુપી, મહારાષ્ટ્ર, રેલ્વેઝ અને ચંદીગઢની ટીમોએ સ્થાન મેળવ્યું હતું. પ્રથમ સેમી ફાઇનલમાં યુપી સામે મહારાષ્ટ્રે ૪૯-૩૬થી જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બીજીસેમી ફાઈનલમાંરેલવે અને ચંદીગઢ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. નિયમિત સમયમાં બંને ટીમો ૩૮-૩૮ના સ્કોર સાથે ટાઈ રહી હતી. ત્યારબાદ બંને ટીમોને પાંચ-પાંચ રેડ આપવામાં આવી હતી. જેમાં રેલ્વેએ ૪૫ પોઈન્ટ મેળવ્યા જ્યારે ચંદીગઢ ૪૨ પોઇન્ટ સુધી જસીમિત રહ્યું હતું. આ રીતે રેલવેની ટીમ ફાઈનલમાં પહોંચી હતી.
આ સ્પર્ધામાં ૩૯ લીગ અને ૧૫ નોકઆઉટ મેચો રમાઈ હતી. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સર્વિસિસે ગોવાને ૫૧-૨૨, યુપીએ જમ્મુ-કાશ્મીરને ૬૫-૨૪, મહારાષ્ટ્રે પોંડિચેરીને ૬૯-૨૧, હિમાચલ પ્રદેશે રાજસ્થાનને ૫૬-૫૩, રેલ્વેઝે કર્ણાટકને ૫૭-૩૮, બિહારે ગુજરાતને ૩૮-૩૪, ચંદીગઢે મધ્યપ્રદેશને ૪૫-૨૬ અને તામિલનાડુએ હરિયાણાને ૪૨-૩૯થી પરાજય આપ્યો હતો.
ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તરપ્રદેશે સર્વિસિસ સામે ૫૫-૫૧થી જીત મેળવી હતી. મહારાષ્ટ્રેહિમાચલ પ્રદેશને ૫૩-૩૮થી હરાવી હતી. રેલ્વેઝે બિહારને ૪૦-૨૨થી અને ચંદીગઢે તામિલનાડુને ૩૯-૩૩થી પરાજય આપીને સેમી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.



