વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut Offered to Lord Swaminarayan on Amalaki Ekadashi in Vadtal Dham

![]()
Vadtal Dham : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ રાજધાની ગણાતા વડતાલધામમાં આજે(27 ફેબ્રુઆરી) આમલકી એકાદશીના પવિત્ર અવસરે અનોખો નઝારો જોવા મળ્યો હતો. મંદિરમાં બિરાજમાન દેવોને શ્રદ્ધાપૂર્વક 665 કિલો નારંગીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ઋતુ મુજબ ફળોના અન્નકૂટની પરંપરા
વડતાલ મંદિરમાં દેવોને ઋતુ અનુસાર વિવિધ ફળો ધરાવવાની પ્રાચીન પરંપરા છે. વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી એક શ્રદ્ધાળુ હરિભક્ત દ્વારા આ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ અને અન્ય દેવો સમક્ષ નારંગીની સુંદર ગોઠવણી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર ગર્ભગૃહ કેસરી આભાથી ઝળહળી ઉઠ્યું હતું.
ભક્તોની ભારે ભીડ અને વ્યવસ્થા
આ આકર્ષક અન્નકૂટના દર્શન માટે સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. અન્નકૂટના દર્શનના સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી.
રવિવારની સભામાં થશે પ્રસાદ વિતરણ
મંદિર વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભગવાનને ધરાવવામાં આવેલો આ 665 કિલો નારંગીનો પ્રસાદ આગામી રવિવારની સાપ્તાહિક સભામાં ઉપસ્થિત રહેનારા તમામ હરિભક્તોને વિતરણ કરવામાં આવશે.



