मनोरंजन

TVK પ્રમુખ વિજય મુશ્કેલીમાં! પત્નીએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી, લગાવ્યા ગંભીર આરોપ | Thalapathy Vijay Divorce News: Wife Sangeetha Files for Divorce Over Serious Allegations



Thalapathy Vijay Divorce News : સાઉથના સુપરસ્ટાર અને ‘તમિલગા વેટ્રી કઝમ’ (TVK) પાર્ટીના અધ્યક્ષ વિજય ઉર્ફે થલપતિ વિજય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ તેમની ફિલ્મો કે રાજકારણ નહીં પણ તેમનું અંગત જીવન છે. અહેવાલો અનુસાર, વિજયની પત્ની સંગીતા સોરનલિંગમે લગ્નના 27 વર્ષ બાદ વિજયથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે.

ગંભીર આરોપો સાથે છૂટાછેડાની માંગ

મળતી માહિતી મુજબ, સંગીતાએ ‘સ્પેશિયલ મેરેજ એક્ટ 1954’ની કલમ 27(1)(A) હેઠળ છૂટાછેડાની અરજી કરી છે. આ કલમ મુજબ, જો પતિ કે પત્નીમાંથી કોઈ પણ લગ્ન બાદ અન્ય વ્યક્તિ સાથે સ્વેચ્છાએ શારીરિક સંબંધ બાંધે, તો તેના આધારે છૂટાછેડાની માંગ કરી શકાય છે. આ જોગવાઈ હેઠળ પત્નીએ કોર્ટમાં અરજી કરી છે.

આ પણ વાંચો : ‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર

વિજયની અભિનયની દુનિયા છોડી રાજકારણમાં એન્ટ્રી

ઉલ્લેખનીય છે કે, વિજયે વર્ષ 2014માં પોતાની રાજકીય પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝમ’ની શરૂઆત કરી હતી. 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે અભિનયની દુનિયા છોડવાની જાહેરાત કરી હતી. તેમણે તેમની ફિલ્મ ‘જન નાયગન’ના ઓડિયો લોન્ચ દરમિયાન ચાહકોને જણાવ્યું હતું કે, તેઓ હવે જનતાની સેવા કરવા માંગે છે. જોકે, તેમની આ ફિલ્મ હાલ કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલી હોવાથી રિલીઝ થઈ શકી નથી. 

આ પણ વાંચો : હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર





Source link

Related Articles

Back to top button