गुजरात

સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar’s Vadilal Chowk



સુરેન્દ્રનગરસુરેન્દ્રનગરના વાડીલાલ ચોક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના
ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. ફૂટપાથ પર બેસીને કાતરા વેચતા દયાબેન સાડમિયા અને
તેમના પતિ ચતુરભાઈ સાડમિયા પર એક શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ
,
ફુગ્ગાની લારી લઈને આવેલા યુવક સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો
ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે દંપતી પર હુમલો કર્યો હતો. હુમલામાં લોહીલુહાણ થયેલા
દંપતીને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ
મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોર યુવકની અટકાયત કરવા તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button