સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો હતો વિવાદ | Sabar Dairy Controversy: Director Jashu Patel Allegedly Attacked by Senior Directors

![]()
Sabar Dairy Controversy: સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. જેમાં ડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ બે સિનિયર ડિરેક્ટરોએ ભેગા મળીને ડિરેક્ટર જશુ પટેલ પર હુમલો કર્યા આક્ષેપ કરાયો છે. સરહદી વિસ્તારમાં દૂધમાં ભેળસેળ મુદ્દે વિવાદ થયો હોવાનું જણાય છે.
જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, સાબર ડેરીની ચેમ્બરમાં કોઈ ગંભીર મુદ્દાને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક મામલો બીચક્યો હતો અને ચેરમેનની ચેમ્બરમાં જ બે ડિરેક્ટરોએ જશુ પટેલ સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં બે સિનિયર ડિરેક્ટરે લાતો મારી અને ખુરશી નીચે પાડી દેતા જશુ પટેલ ગબડી પડ્યા હોવાનું જણાય છે, આ ઘટનામાં તેઓને સામાન્ય ઈજા પહોંચી હોવાના અહેવાલ મળ્યા છે.
આ પણ વાંચો: નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી
દૂધમાં ભેળસેળ મુદ્દે થયો હતો વિવાદ
સરહદી વિસ્તારના દૂધમાં ગરબડ મામલે માહિતી માગતા વિવાદ સર્જાયો હતો. જશુ પટેલે પર હુમલાની ઘટનાને લઈને સામે પક્ષે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, સમગ્ર મામલે જશુ પટેલે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.


