दुनिया

સુરક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ… PM મોદી અને નેતન્યાહૂની બેઠકમાં MoU પર હસ્તાક્ષર | PM Modi & Netanyahu Ink Key MoUs: Boosting India Israel Strategic Partnership & Tech



India-Israel MoU : ઈઝરાયલ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક યોજાઈને અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓ વચ્ચે આજે (26 ફેબ્રુઆરી) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદ બંને નેતાઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે.

PM મોદીએ નેતન્યાહૂને મિત્ર કહીને સંબોધનની શરૂઆત કરી

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂને પોતાના મિત્ર કહીને સંબોધનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, તેમણે અને ભારતીય ડેલિગેશને ઈઝરાયલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવા હૃદયપૂર્વક આભાર વ્યક્ત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મને 9 વર્ષ પહેલા વડાપ્રધાન તરીકે ઈઝરાયલ આવવાની તક મળી હતી, ત્યારે આ મારો બીજો ભાવુકતાભર્યો પ્રવાસ છે. ગઈકાલે મને સંસદમાં સંબોધન કરવાની તક મળી, મને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ આપીને મારું સન્માન કરવામાં આવ્યું. આ બદલ હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હું ઈઝરાયલ દ્વારા કરાયેલા સન્માનને 140 કરોડ ભારતીયો અને ભારત-ઈઝરાયલ મિત્રતાને સમર્પિત કરું છું.’

બંને દેશો વચ્ચે આ સમજૂતીઓ પર કર્યા હસ્તાક્ષર

વડાપ્રધાને સંબોધમાં અનેક સમજૂતીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે, બંને દેશોના સંબંધો તમામ કસોટીઓમાં સફળ થયા છે. તેમણે ભવિષ્યમાં બંને દેશો વચ્ચે થનારી સમજૂતીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ‘ટેકનોલોજી’ને વધુમાં વધુ મહત્ત્વ આપીને તેમાં ભાગીદારી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં બંને નેતાઓ વચ્ચે (1) સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો, (2) ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ, (3) સેન્ટર ઓફ એક્સેલન્સ અને વિલેજ ઓફ એક્સેલન્સ, (4) ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ, (5) વિવિધ ક્ષેત્રોમાં MoU – રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ, (6) આતંકવાદ વિરુદ્ધ સહયોગ વધારવા મુદ્દે સમજૂતી થઈ છે. 

ભવિષ્યમાં બંને દેશો વચ્ચે વધુ સમજૂતીઓ પર થશે

વડાપ્રધાને એવું પણ કહ્યું છે કે, બંને દેશો વચ્ચે ભવિષ્યમાં પણ અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે, જેમાં ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર વધારાશે, ફ્યુચર રેડી ફાર્મિંગ અને IMEC કોરિડોર અને I2U2 પ્રોજેક્ટ્સની પણ સમજૂતી કરવામાં આવશે.

ઈઝરાયલની ટેકનલોજી ભારતના ગામડાઓ સુધી પહોંચશે

વડાપ્રધાને કહ્યું છે કે, ભારતમાં ઈઝરાયલના સહયોગથી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે, જેની સંખ્યા 100 સુધી લઈ જવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ‘વિલેજ ઓફ એક્સેલન્સ’ પણ બનાવવામાં આવશે અને તેનાથી ઈઝરાયલની ટેકનલોજી ભારતના ગામડાઓ સુધી પહોંચશે, જેનાથી ભારતના લોકોને લાભ થશે. અમે ફ્યુચર રેડી ફાર્મિંગની દિશામાં આગળ વધીશું. આનાથી ખેતી પદ્ધતિને અનેકઘણો ફાયદો થશે.

આ પણ વાંચો : ‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’, ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ

બંને દેશોએ કંઈ કંઈ સમજૂતીઓ કરી?

1… સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો : બંને દેશોએ પોતાની ભાગીદારીને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી) તરીકે જાહેર કરવાની સમજૂતી કરી લીધી છે. વડાપ્રધાને આ સેન્ટરની સંખ્યા 100 સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે.

2… ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ : AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.

3… સેન્ટર ઓફ એક્સેલન્સ અને વિલેજ ઓફ એક્સેલન્સ : ભારતમાં ઇઝરાયેલના સહયોગથી ચાલતા સેન્ટર ઓફ એક્સેલન્સની સંખ્યા વધારીને ૧૦૦ સુધી લઈ જવાનો અને વિલેજ ઓફ એક્સેલન્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

4… ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ : શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બંને દેશોના જોડાણ માટે આ ફોરમની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.

5… વિવિધ ક્ષેત્રોમાં MoU : રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અનેક MoU (સમજૂતી પત્રો) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

6… આતંકવાદ વિરુદ્ધ સહયોગ : આતંકવાદનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કામ કરવાની અને આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહકાર આપવાની સમજૂતી થઈ છે.

ભવિષ્યમાં કંઈ કંઈ સમજૂતીઓ કરાશે?

1… ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) : વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી (Free Trade Agreement) ને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે. આ પ્રક્રિયા હજુ પૂર્ણ થવાની બાકી છે.

2… કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર : કેર ગિવર્સ સેન્ટર અને ભારતીય કામદારોના જે સફળ સહયોગ છે, તેનો વ્યાપ હવે કોમર્સ (વાણિજ્ય) અને સર્વિસ (સેવા) જેવા નવા ક્ષેત્રોમાં પણ વધારવામાં આવશે.

3… ફ્યુચર રેડી ફાર્મિંગ : આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ભવિષ્યની જરૂરિયાતો મુજબની ખેતી પદ્ધતિઓ વિકસાવવાની દિશામાં બંને દેશો આગળ વધશે.

4… IMEC કોરિડોર અને I2U2 પ્રોજેક્ટ્સ : આઈમેક (ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોર) અને I2U2 (ભારત, ઇઝરાયેલ, યુએઈ, યુએસ) જેવી મોટી વૈશ્વિક યોજનાઓ પર નવી ગતિથી કામ કરવામાં આવશે.

5… આર્થિક પ્રોજેક્ટ્સ : આ ઉપરાંત ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના લોકોના જોડાણને પ્રાથમિકતા આપીને વિવિધ સામાજિક અને આર્થિક પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું આયોજન છે.

આ પણ વાંચો : ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ



Source link

Related Articles

Back to top button