બ્રહ્મોસ કરતાં ખતરનાક ‘ગોલ્ડન હોરાઈઝન’ ભારતને મળશે: PM મોદી કરશે ઈઝરાયલ સાથે ઐતિહાસિક ડીલ | PM Modi Israel Visit 2026: Golden Horizon Missile & Defense Deal

![]()
PM Modi in Israel : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયલ મુલાકાતે વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. દુનિયાના અનેક દેશો જે હથિયારો માટે વર્ષોથી લાઈનમાં હતા, તે અત્યાધુનિક ટેકનોલોજી ઈઝરાયલ હવે માત્ર ભારતને સોંપવા જઈ રહ્યું છે. આ ડીલથી ભારતની સૈન્ય શક્તિમાં એવો ઉછાળો આવશે કે દુશ્મન દેશોના રડાર પણ નિષ્ફળ સાબિત થશે.
બ્રહ્મોસ કરતાં પણ ઘાતક : ‘ગોલ્ડન હોરાઈઝન’ (Golden Horizon)
આ સંરક્ષણ સોદાનું સૌથી મોટું આકર્ષણ ‘ગોલ્ડન હોરાઈઝન’ મિસાઈલ છે.
ઝડપ: તેની સ્પીડ મચ 5 (અવાજની ગતિ કરતા 5 ગણી વધુ) છે, જે ભારતની હાલની સર્વશ્રેષ્ઠ બ્રહ્મોસકરતા પણ ઘણી વધારે છે.
તાકાત: આ મિસાઈલ દુશ્મનના અભેદ ગણાતા ભૂગર્ભ બંકરો અને પરમાણુ ઠેકાણાઓને પણ પળવારમાં નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.
ખાસિયત: તેને ભારતીય વાયુસેનાના સુખોઈ-30MKI જેટ સાથે સરળતાથી જોડી શકાશે, જે તેને રોકવું લગભગ અશક્ય બનાવશે.
‘સુદર્શન ચક્ર’થી રચાશે ભારતનું સુરક્ષા કવચ
ભારત સરકાર 2035 સુધીમાં દેશની 15,106 કિમી લાંબી જમીની સરહદ અને 7,516 કિમી લાંબી દરિયાઈ પટ્ટીને સુરક્ષિત કરવા માટે ‘સુદર્શન ચક્ર’ નામની મિસાઈલ શીલ્ડ બનાવી રહી છે. આ માટે ઈઝરાયલ ભારતને આ ટેકનોલોજી આપશે:
આયર્ન ડોમ અને આયર્ન બીમ: લેઝર આધારિત ‘આયર્ન બીમ’ની ખાસિયત એ છે કે તેના એક શોટનો ખર્ચ માત્ર 2 ડોલર આવે છે, જે અત્યંત કિફાયતી છે.
એરો (Arrow) અને ડેવિડ સ્લિંગ: આ સિસ્ટમ 300 કિમી દૂરથી આવતા ડ્રોન કે મિસાઈલને હવામાં જ તોડી પાડશે.
મેક ઇન ઇન્ડિયાને વેગ
આ વખતે ઈઝરાયલ માત્ર હથિયાર વેચશે નહીં, પણ તેની ‘એક્સક્લુઝિવ’ ટેકનોલોજી ભારતને ટ્રાન્સફર કરશે. ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ આ ઘાતક હથિયારોનું નિર્માણ હવે ભારતીય ધરતી પર થશે. આ સિવાય ‘રેમ્પેજ’ એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઈલ અને ‘આઈસ બ્રેકર’ નેવલ ક્રૂઝ મિસાઈલ પર પણ મહોર લાગવાની પૂરેપૂરી શક્યતા છે.


