दुनिया

અમેરિકાએ વિશ્વભરને ચોંકાવ્યા : લાંબી મારક ક્ષમતા ધરાવતી સસ્તી મિસાઈલ બનાવી, યુક્રેનને રાહત | US Air Force Tests Cheap ‘Rusty Dagger’ Missile Game Changer For Ukraine In War Against Russia



Price of US Rusty Dagger Missile : વધુમાં વધુ સંરક્ષણ સિસ્ટમ વિકસાવવાની હોડમાં અમેરિકાએ મોટું કારનામું કરી બતાવ્યું છે. તેણે અત્યાધુનિક, લાંબી મારક ક્ષમતા ધરાવતી સસ્તી મિસાઈલ બનાવીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. અમેરિકા વાયુ સેના (USAF)એ લાઈવ વારહેડ સાથે ‘રસ્ટી ડૈગર’ નામની મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. આનો સૌથી મોટો ફાયદો રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનને થવાનો છે. યુક્રેને પહેલેથી આ મિસાઈલ ખરીદવામાં રસ દાખવી ઓર્ડર આપી દીધો છે.

‘રસ્ટી ડૈગર’ મિસાઈલમાં લાંબી મારક ક્ષમતા અને સસ્તી

અમેરિકન વાયુસેનાના જણાવ્યા મુજબ, 21 જાન્યુઆરીના રોડ રસ્ટી ડૈગર મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ચોક્કસ ટાર્ગેટને પાડી દેવામાં સફળ થઈ છે. આ મિસાઈલની સૌથી મોટી ખાસીયત એ છે કે, તેના લાંબી મારક ક્ષમતા હોવાની સાથે સસ્તી પણ છે. મિસાઈલમાંથી જે ડેટા સામે આવ્યો છે, તે મુજબ હવે અમેરિકા લાંબી મારક ક્ષમતા ધરાવતી મિસાઈલોનું વધુમાં વધુ ઉત્પાદન કરી શકશે.

મિસાઈલની કિંમત અને ક્ષમતા

રિપોર્ટ મુજબ આ મિસાઈલની કિંમત લગભગ અઢી લાખ ડૉલર (ભારતીય ચલણમાં રૂ.2,27,24,000) હોવાનું સામે આવ્યું છે. ‘રસ્ટી ડૈગર’ને આધુનિક યુદ્ધ પ્રણાલીમાં વપરાતું એક અત્યાધુનિક હથિયાર માનવામાં આવી રહ્યું છે. આ એક નેક્સ્ટ-જનરેશન, એર-લૉન્ચ્ડ ક્રૂઝ મિસાઈલ છે. જ્યારે મિસાઈલની ડિઝાઈન બનાવવામાં આવી ત્યારે તેની લાંબી મારક ક્ષમતા અને ઓછી ખર્ચને ધ્યાને રાખીને નિર્માણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું: PM મોદીના ઈઝરાયલ પ્રવાસ અને નેતન્યાહૂના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ

યુક્રેનને અપાશે ‘રસ્ટી ડૈગર’ મિસાઈલ

અમેરિકાની ‘ઝોન 5 ટેકનોલોજી’ કંપની દ્વારા આ મિસાઈલને વિકસાવવામાં આવી છે. સૌથી મોટી રાહતની વાત યુક્રેન માટે છે, કારણ કે યુક્રેને પહેલેથી જ આ મિસાઈલનો ઓર્ડર આપીને રાખ્યો છે, ત્યારબાદ આ મિસાઈલનું ઝડપથી ઉત્પાદન કરવામાં આવ્યું છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાએ યુક્રેનને ત્રણ હજાર મિસાઈલો ડિલિવરી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ મિસાઈલ દૂરથી હુમલો કરવાની સાથે સુરક્ષિત રહેવાની પણ ક્ષમતા ધરાવે છે.

રશિયા વિરુદ્ધ યુક્રેનની સૈન્ય ક્ષમતામાં થશે વધારો

‘રસ્ટી ડૈગર’ મિસાઈલની સૌથી મહત્ત્વની વાત તેનો ઓછો ખર્ચ છે. તેની કિંમત લગભગ અઢી લાખ ડૉલર છે, જ્યારે અન્ય મિસાઈલોની કિંમત તેનાથી અને ઘણી વધુ હોય છે. આ મિસાઈલો મળ્યા બાદ રશિયા વિરુદ્ધ યુક્રેનને સૈન્ય ક્ષમતામાં અદમ્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ પણ છે કે, યુક્રેન નોર્વે, નેધરલેન્ડ્સ અને ડેનમાર્ક જેવા દેશો પાસેથી નાણાંકીય મદદ લઈને આ મિસાઈલો ખરીદવાનું છે. સંરક્ષણ ક્ષેત્રે રસ્ટી ડૈગર મિસાઈલને ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ? સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ બનાવ્યો માસ્ટરપ્લાન



Source link

Related Articles

Back to top button