સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 Tournament in Vadodara in memory of late Anshuman Gaekwad

![]()
Veteran West Zone T-20 Tournament : વેટરન ક્રિકેટર્સ એસોસિયેશન (વી.સી.એ.) અને બરોડા ક્રિકેટ એસોસિએશનના દ્વારા સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં તા.26થી 28 ફેબ્રુઆરી દરમિયાન વેટરન વેસ્ટ ઝોન T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
વેટરન ક્રિકેટર્સ એસોસિયેશનની સ્થાપના 10 નવેમ્બર 2008ના રોજ વડોદરાના ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા કરવામાં આવી હતી. નિવૃત્ત ખેલાડીઓને કોચિંગ, તાલીમ અને યુવા પ્રતિભાઓને માર્ગદર્શન આપવા માટે સંસ્થા કાર્યરત છે. વી.સી.એ.ના ખેલાડીઓ બરોડા ક્રિકેટ એસોસિએશ (બી.સી.એ.) ની વિવિધ સ્પર્ધાઓ – અંડર-17, 19, 23 અને રણજી ટ્રોફીમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
મેચો નવલખી કમ્પાઉન્ડ સ્થિત એસ.જી.એસ.એ. ગ્રાઉન્ડ અને એરપોર્ટ સામે મોરબાગ સ્થિત પી.ટી.સી. મેદાન પર રમાશે. ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોનની પાંચ ટીમો ભાગ લેશે.
જેમાં મુંબઈ (વી.સી.એ.) મહારાષ્ટ્ર (વી.સી.એ.), ગુજરાત (વી.સી.એ.), સૌરાષ્ટ્ર (વી.સી.એ.), વડોદરા (વી.સી.એ.) લીગ પદ્ધતિ મુજબ મેચો રમાશે અને વધુ પોઈન્ટ મેળવનારી બે ટીમો ફાઈનલમાં પ્રવેશ કરશે. દરેક ટીમને બે મેચ રમવાની તક મળશે. ફાઇનલ મેચ બી.સી.એ. (બરોડા ક્રિકેટ એસોસિએશ) સ્ટેડિયમ ખાતે રમાશે.
ચેમ્પિયન્સ ટીમને અંશુમન ગાયકવાડ કપ અને રનર્સ અપ ટીમને નારાયણ રાવ સથમ ટ્રોફીથી સન્માનિત કરાશે. ટુર્નામેન્ટ બી.સી.સી.આઈ. દ્વારા નિર્ધારિત ટી-20 નિયમો અનુસાર રમાશે.
આ દરમ્યાન બીસીઆઈના સચિવ અને પૂર્વ રણજી ખેલાડી સુધિર કુલકર્ણી, ખજાનચી મયંક ખંડવાલા સહિત જાણીતા ક્રિકેટરો અને બીસીએના હોદ્દેદારો પ્રણવ અમીન, કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગિયા, તુષાર આરોઠે, કોન્ફ્રાડ વિલિયમ્સ, દશરથ પરદેશી, મુનાફ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે.



