गुजरात

ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dholka will create a disaster



ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી

જોખમી ડીપી અંગે વારંવાર રજૂઆત છતાં વીજ તંત્રની આળશથી પશુ-પક્ષીઓ, નાગરિકોના
જીવ પર જોખમ

બગોદરાધોળકામાં યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીને પગલે શંકર
તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે. જોખમી ડીપી અંગે વારંવાર રજૂઆત છતાં
વીજ તંત્રની આળશથી પશુ-પક્ષીઓ
, નાગરિકોના જીવ પર જોખમ
સર્જાયું છે.

ધોળકા નગરના કલીકુંડ વિસ્તારમાં આવેલા જાણીતા શંકર તળાવ પાસે ઉભી કરાયેલી
વીજ કંપનીની ડીપી હાલ અત્યંત જોખમી હાલતમાં જોવા મળી રહી છે. આ વિસ્તારમાં
નગરપાલિકાનો પીવાના પાણીનો બોર આવેલો છે
, જેની બિલકુલ નજીક યુજીવીસીએલ
કંપનીનો વીજ પોલ અને ટ્રાન્સફોર્મર (ડીપી) ઘણા સમયથી તળાવ તરફ નમી ગયા છે.

સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને અખબારોમાં
અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે
, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
સ્થાનિકોનો ભય છે કે જો આ નમેલી ડીપી ગમે ત્યારે તળાવમાં પડશે
, તો પાણીમાં ઉતરતા પશુ-પક્ષીઓ અને નજીકમાં અવરજવર કરતા નાગરિકોને જીવલેણ વીજ
કરંટ લાગી શકે છે. મોટી જાનહાનિ થાય તે પહેલા આ જોખમકારક ડીપીને તાત્કાલિક અન્ય સુરક્ષિત
જગ્યાએ ખસેડવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.

 



Source link

Related Articles

Back to top button