गुजरात
મંજુસરમાં રવિવારે ભરાતા માર્કેટમાં નકલી ચલણી નોટો ફરતી કરાતી હતી

વડોદરા, તા.24 વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામ પાસે ભાડાના એક મકાનમાં રૃા.૫૦૦ અને ૨૦૦ની ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયા બાદ પોલીસે ઝડપાયેલા બંને પરપ્રાંતિયોને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આસોજ ગામની સીમમાં જયેશ મનુભાઇ પટેલના મકાનના પ્રથમ માળ પર ભાડાની એક રૃમમાં નકલી નોટો છાપીને તેને બજારમાં ફરતી કરવામાં આવે છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમે ગઇ સાંજે દરોડો પાડયો હતો. મકાનમાં તપાસ કરતા બે શખ્સો નરેન્દ્ર જંગલાલ પાલ (મૂળ રહે.ઉત્તર પ્રદેશ) અને હેમંત મદનલાલ જાગીડ (મૂળ રહે.



