गुजरात
કલરકામ કરતા યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | A young man who was doing painting committed suicide by hanging himself

![]()
વડોદરા,વાડી ભાટવાડામાં રહેતા અને કલરકામ કરતા યુવકે બે દિવસ અગાઉ મોડી રાત્રે આપધાત કરી લેતા વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વાડી ભાટવાડામાં રહેતા નલીનભાઈ હરિભાઈ મિસ્ત્રી ( ઉં.વ.૩૪) કલરકામ કરતા હતા. ત્રણ દિવસ અગાઉ નલિનભાઈને બેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એવી હકીકત જણાવવામાં આવી હતી કે, તેઓ રાત્રે જમીને સોફા પર બેઠા અને અચાનક બેભાન થઈને ઢળી પડયાં હતા. સારવાર દરમિયાન તેમનુ મોત થયુંં હતું. ઘટના અંગે વાડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પી.એમ.માં ગળા ફાંસાના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં નલીનભાઇએ ગળા ફાંસો ખાધો હોવાનું જણાઇ આવ્યું હતું. જોકે, ફાંસો ખાવાનું કારણ જાણી શકાયુ ં નથી.



