गुजरात
વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો | potholes occur again at the previous location near akota village in Vadodara

![]()
image : Filephoto
Vadodara Potholes : વડોદરા શહેરના અકોટા ગામ પાસે આવેલ અકોટા ચાર રસ્તાથી મુજમહુડા તરફ જવાના માર્ગે દુલા શેઠ ગાર્ડન પાસે થોડા દિવસ અગાઉ ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરી એકવાર જમીન બેસી જતા ત્યાં ભૂવો પડ્યો છે. વારંવાર એક જ જગ્યાએ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે.
અહીંના રહીશોનું કેવું છે કે અગાઉ આ જગ્યાએ ભૂવો પડ્યો હતો તે બાદ પાલિકાએ અહીં માટી પુરાણ કરી રસ્તો સમતલ કર્યો હતો અને થોડા દિવસોમાં ફરી આજ જગ્યાએ ભૂવો પડી ગયો છે. વારંવાર એક જ જગ્યાએ ભૂવો પડવાના કારણે આ રોડનું નામ ભૂવા માર્ગ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે!



