વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશે | Arrangements for board exams for inmates of Central Jail in Vadodara

![]()
Vadodara Centrel Jail : આગામી 26 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓ પણ પરીક્ષા આપવાના હોવાથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધોરણ 10માંથી આઠ, ધોરણ 12માંથી ચાર અને દાહોદના બે કેદી એમ કુલ મળીને 14 કેદી પરિક્ષાર્થીઓ પરિક્ષા આપશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે, વડોદરાની મધ્યસ્થ જેલના કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. પરીક્ષામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી 8 કેદીઓ ધોરણ 10 અને 4 કેદીઓ ધોરણ 12ની જ્યારે અન્ય 2 બહારની જેલના કેદીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે, વડોદરા મધ્યસ્થ જેલ પ્રશાસન દ્વારા પણ આ કેદી પરિક્ષાર્થીઓ માટે જેલ સંકુલમાં ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પરીક્ષા આપનાર કેદી પરિક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે તે અંગે જેલ અધિકારી દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં એની તમામ વ્યવસ્થાઓ બેઠક વ્યવસ્થાઓ થઈ ચૂકી છે અને કેદીઓ છે એ ઉત્સાહભેર ભાગ લઈ શકે તેના માટેનું પણ મોટીવેટ પણ કરવામાં આવે છે. અને સાથે સાથે આજે પરીક્ષા છે. એમાં ધોરણ 10 માં આઠ અને ધોરણ 12 માં ચાર અને દાહોદના બે એમ કુલ મળીને 14 એક જેટલા કેદીઓ છે એ પરીક્ષા આપી રહ્યા છે. બેઠક વ્યવસ્થામાં એ લોકોને તાપ ન લાગે એ પ્રમાણે સારા વાતાનુકૂલિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પાણીની વ્યવસ્થા સહિતની કોઈ ગેરરીતિ ન થાય તે મુજબની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.



