गुजरात

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused arrested in fight case that took place 3 days ago in Panch Hatdi area of ​​Jamnagar



Jamnagar Police : જામનગરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં રહેતા ઓસમાણભાઈ ખફી નામના 37 વર્ષના યુવાન પર આજથી ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે હુમલો કરાયો હતો, અને અજાણ્યા 7 થી 8 જેટલા શખ્સો ધોકા પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને યુવાનને ઘાયલ કરી દીધો હતો. જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 ત્યારબાદ સિટી એ. ડિવિઝનના પોલીસની ટીમે બનાવવાના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાન ઓસમાણભાઈ ખફીની ફરિયાદના આધારે 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. 

જે હુમલા પ્રકરણમાં સીટી એ. ડિવિઝનના પીઆઈ અને તેઓની ટીમ દ્વારા રેહાન ઇકબાલભાઇ બેલીમ સદામ ઉર્ફે ઈન્ડો અસગર શેખ, શાકિર રફીકભાઇ ખીલજી, રઉફ ગુલામભાઇ બેલીમ, મહમદ અખ્તર પંજા, અસલમ ઉર્ફે અસલો કાદરભાઇ શેખ અને સદામ હનીફભાઇ પંજાની અટકાયત કરી લેવામાં આવી છે. જે તમામની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે. હજુ એક આરોપી શાહનવાઝ મોહમદ હનીફ ખીલજીને ફરાર જાહેર કરાયો છે.



Source link

Related Articles

Back to top button