दुनिया

ગર્લફ્રેન્ડને મળવા આવ્યો ને મોત મળ્યું! આ રીતે ઠાર થયો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ માફિયા અલ મેન્ચો | mexican drug lord el mencho killed cjng cartel 2026



Drug God EL Mencho Killed : મેક્સિકોની સેનાએ દેશના સૌથી ખતરનાક ડ્રગ લોર્ડ નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વાંટેસ ઉર્ફે ‘એલ મેંચો’ ને ઠાર માર્યો છે. તે ‘જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ’ (CJNG) નો વડો હતો. અમેરિકામાં ફેન્ટેનિલ અને અન્ય ડ્રગ્સની તસ્કરી માટે કુખ્યાત છે. આ ઓપરેશન 22 ફેબ્રુઆરી 2026 ના રોજ જલિસ્કો રાજ્યના પહાડી વિસ્તાર તપાલપા પાસે હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં અમેરિકી ગુપ્તચર માહિતી અને એલ મેંચોની ગર્લફ્રેન્ડની જાસૂસી દ્વારા તેના ગુપ્ત સ્થાનનો ખુલાસો થયો હતો.

ગર્લફ્રેન્ડનો પીછો કરતાં એજન્સીઓએ મેંચોને દબોચ્યો

મેક્સિકોના સંરક્ષણ મંત્રી જનરલ રિકાર્ડો ટ્રેવિલાએ 23 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશનની સંપૂર્ણ વિગતો આપી હતી. ટ્રેવિલાએ જણાવ્યું કે, મેક્સિકન મિલિટરી ઈન્ટેલિજન્સે એલ મેંચોની ગર્લફ્રેન્ડના નજીકના સાથીદાર પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

20 ફેબ્રુઆરી 2026: આ સાથીદારે તે મહિલાને તપાલપાના એક ગ્રામીણ કમ્પાઉન્ડમાં પહોંચાડી, જ્યાં એલ મેંચો તેને મળવા આવ્યો હતો.

21 ફેબ્રુઆરી 2026: મહિલાએ મેંચો સાથે રાત વિતાવી અને બીજા દિવસે ત્યાંથી નીકળી ગઈ, પરંતુ એલ મેંચો અને તેના બોડીગાર્ડ્સ ત્યાં જ રોકાયો હતા.

ઓપરેશન: બીજા દિવસે મેક્સિકન ફોર્સે કમ્પાઉન્ડને ઘેરી લીધું. કાર્ટેલના ગનમેનોએ ફાયરિંગ શરૂ કર્યું અને એલ મેંચોને લઈને જંગલ તરફ ભાગ્યો. આ અથડામણમાં એલ મેંચો ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. તેની સાથે તેના બે બોડીગાર્ડ્સ પણ માર્યા ગયા હતા.

અમેરિકા-મેક્સિકોની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો મેંચો

આ ઓપરેશન સંપૂર્ણપણે મેક્સિકન ફોર્સ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબૌમે સ્પષ્ટ કર્યું કે, આમાં અમેરિકી સૈનિકો સામેલ નહોતા. માત્ર ઈન્ટેલિજન્સ મદદ મળી હતી. એલ મેંચો લાંબા સમયથી બંને દેશોની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો. અમેરિકાએ તેની ધરપકડ માટે 15 મિલિયન ડોલર (આશરે ₹125 કરોડ) નું ઈનામ રાખ્યું હતું.

એલ મેંચોના મોત બાદ મેક્સિકોમાં હિંસા ફાટી નીકળી

એલ મેંચોના મોત બાદ તેના સંગઠન CJNG એ બદલો લેવાનો પ્રયાસ કર્યો. ગણતરીના કલાકોમાં જ જલિસ્કો અને અન્ય વિસ્તારોમાં કાર્ટેલના ગુંડાઓએ રસ્તાઓ જામ કર્યા, વાહનો સળગાવ્યા, વ્યવસાયો પર હુમલો કર્યો અને સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું.

– આ હિંસામાં આશરે 25 નેશનલ ગાર્ડ મેમ્બર્સ માર્યા ગયા છે.

– સામે પક્ષે 30 થી વધુ શંકાસ્પદ કાર્ટેલ સભ્યો પણ માર્યા ગયા છે.

– અલગ અથડામણમાં એલ મેંચોના કથિત ફાઈનાન્શિયલ ચીફ ‘એલ તુલી’ ને પણ મારી નાખવામાં આવ્યો છે.





Source link

Related Articles

Back to top button