राष्ट्रीय

સુપ્રીમની લાલ આંખ પછી 'વોટ્સએપ' પ્રાઇવસીની શરતો માનશે



– ડેટા શેરિંગના નામે તમે નાગરિકોની પ્રાઈવસી જોખમમાં મૂકી ન શકો : સુપ્રીમ

– મેટાના પ્લેટફોર્મ્સમાં 16 માર્ચથી ‘ડેટા પ્રાઈવસી’ની નવી ગાઈડલાઈન લાગુ પડશે : જાહેરાત માટે ડેટાનો ઉપયોગ થશે નહીં

નવી દિલ્હી : મેટા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે તે ડેટા પ્રાઈવસીના ભારતના નિયમોનું પાલન કરશે. ૧૬મી માર્ચથી ભારતમાં ડેટા પ્રાઈવસીની નવી ગાઈડલાઈન લાગુ કરી દેશે. અગાઉ વોટ્સએપના ડેટા શેરિંગના મુદ્દે મેટા કંપની વૈશ્વિક માપદંડોનું પાલન કરશે એમ કહીને ભારતીય યુઝર્સના ડેટા જોખમમાં મૂકતી હતી. એ મુદ્દે અગાઉ નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યૂનલના આદેશનું પણ પાલન કર્યું ન હતું અને તેની સામે સુપ્રીમમાં અરજી કરી હતી.



Source link

Related Articles

Back to top button