ભૂમેલ ગામેથી વિદેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ | A woman was caught with foreign liquor from Bhumel village

![]()
– ખેડા એલસીબીની કાર્યવાહી
– પોલીસ દ્વારા દારૂના જથ્થા સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ
નડિયાદ : ખેડા એલસીબીએ ભૂમેલ ગામેથી પુળામાં સંતાડેલા વિદેશી દારૂની બોટલો સાથે મહિલાને ઝડપી પાડી હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા એલસીબી પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ભૂમેલ ગામે ફાટક પાસે રહેતી જયાબેન ઘનશ્યામભાઈ ઉર્ફે મનુભાઈ પરમાર વિદેશી દારૂ સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ પાડતા ઘર આગળથી મળી આવેલ મહિલાની પૂછપરછ કરતા જયાબેન પરમાર હોવાનું જણાવ્યું હતું. આ મહિલાને સાથે રાખી ભેંસો બાંધવાની જગ્યામાં રાખેલા પુળામાં તલાસી લેતા ઘાસમાં સંતાડેલો વિદેશી દારૂ બિયર ટીન નંગ ૨૮ (કિંમત રૂ.૩,૫૦૦) મળી આવ્યો હતો. આ બનાવ અંગે એલસીબીની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



