અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s Exclusive Show in ahmedabad Fashion Fever in Ahmedabad in presence of Indian Designers


આ શોમાં એવા ડિઝાઈનરોની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી જેઓ આજની આધુનિક નારી માટે ભારતીય ફેશનને નવો ઓપ આપી રહ્યા છે.

અમદાવાદમાં યોજાયેલા એન્સેમ્બલ ફેશન શોમાં કાલાતીત ભવ્યતા અને આધુનિક ડિઝાઈનનો અનોખો જાદુ જોવા મળ્યો. 1987માં તરુણ તાહિલિયાની અને તેઓના પત્ની શૈલજાએ ‘એન્સેમ્બલ’ની શરૂઆત કરીને દેશમાં મલ્ટી-ડિઝાઇનર સ્ટોરનો પાયો નાખ્યો હતો. આજે આ પ્રતિષ્ઠિત ફેશન ડેસ્ટિનેશન તેના 40 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ચાર દાયકાઓમાં તેઓ ભારતીય કારીગરી અને સમકાલીન શૈલીને વૈશ્વિક મંચ આપવા માટે જાણીતા બન્યા છે. અનેક દિગ્ગજ ડિઝાઈનરોની કારકિર્દી ઘડવામાં આ પ્લેટફોર્મનો મોટો ફાળો રહ્યો છે.

40 વર્ષની આ ઉજવણી નિમિત્તે એન્સેમ્બલ તેના ઇતિહાસના શ્રેષ્ઠ કલેક્શન અને આધુનિક ફેશનનું મિશ્રણ રજૂ કરી રહ્યું છે. આ સફર એ વાતની સાક્ષી છે કે કેવી રીતે ભારતીય નારીની ફેશન પસંદગી બદલાઈ છે. પરંપરાગત સાડીઓથી લઈને આધુનિક ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સુધી. એન્સેમ્બલ આજે પણ ઉભરતા ડિઝાઈનરો માટે એક આશાનું કિરણ છે અને ફેશન પ્રેમીઓ માટે લક્ઝરીનું સરનામું. ફેશન જગતમાં આટલો લાંબો અને સફળ પ્રવાસ ખેડવો એ ભારતીય ટેક્સટાઈલ અને ડિઝાઈન ક્ષમતાની પણ મોટી જીત છે.

ત્યારે આ અવસરે ફેશન આઈકોન ટીના તાહિલિયાનીએ અમદાવાદમાં એન્સેમ્બલના ઇન-સ્ટોર કન્વર્સેશનમાં હાજરી આપી અને શહેરવાસીઓને મુલાકાત લેવા માટે આમંત્રિત કર્યા હતા.


