‘અમે ભારતને શરમાવા નથી માંગતા’: PM મોદીના પ્રવાસ પહેલા ઈઝરાયલના વિપક્ષનું નેતન્યાહૂને અલ્ટીમેટમ | pm modi israel visit opposition leader threatens boycott knesset address

![]()
PM Modi Israel Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈઝરાયલ પ્રવાસ ત્યાંની ઘરેલું રાજનીતિમાં ગૂંચવાઈ જાય તેવી શક્યતાઓ છે. ઈઝરાયલના વિપક્ષી નેતા યાઈર લૈપિડે PM મોદીના ઈઝરાયલી સંસદના સંબોધનને બાયકોટ કરવાની ધમકી આપી રહ્યા છે. PM મોદી 25 ફેબ્રુઆરીથી બે દિવસીય ઈઝરાયલ પ્રવાસમાં જવાના છે. તે દરમિયાન તે નેસેટ(ઈઝરાયલની સંસદ)ને સંબોધન કરી શકે છે.
ન્યાયાધીશને સતત અવગણવાનો દાવો
વિપક્ષી નેતા યાઈર લૈપિડે ચેતવણી આપી છે કે, જો સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ જસ્ટિસ આઇઝેક અમિતને વિશેષ સત્ર માટે આમંત્રિત નહીં કરવામાં આવે તો તે આવનાર સપ્તાહમાં ભારતીય વડાપ્રધાનના નેસેટમાં સંબોધનનો બહિષ્કાર કરશે. લૈપિડે આ ધમકી વડાપ્રધાન નેતન્યાહૂના સત્તારૂઢ ગઠબંધન દ્વારા દેશના મુખ્ય ન્યાયાધીશને સતત અવગણવાનો દાવો કરી વિરોધ રૂપે આપી છે. વિપક્ષી દળોનું માનવું છે કે પ્રોટોકોલનું સતત ઉલ્લંઘન કરી ન્યાયપાલિકાની ગરિમાને ઓછી કરવાની કોશિશ થઈ રહી છે.
‘ચીફ જસ્ટિસને આમંત્રણ મળશે તો જ ચર્ચામાં સામેલ થઈશું’
ઈઝરાયલી સંસદમાં સાંસદોને સંબોધન કરતાં સમયે લૈપિડે સાફ શબ્દોમાં કહ્યું કે, જો સત્તાધારી ગઠબંધન ભારતના વડાપ્રધાન પ્રવાસ દરમિયાનના આયોજિત વિશેષ સત્રમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો બહિષ્કાર કરશે તો અમે આ ચર્ચામાં સામેલ નહીં થઈએ. કારણ કે જસ્ટિસ અમિતને આ રીતે સાર્વજનિક રૂપથી નજરઅંદાજ કરવા, ઈઝરાયલી કાયદાઓ માટે ખૂબ જ શરમજનક કારણ બનશે.
‘અમે નથી ઇચ્છતા કે ભારતને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે’
આ સાથે ઈઝરાયલના વિપક્ષી નેતાએ એ પણ કહ્યું કે, અમે કોઈ દિવસ નથી ઇચ્છતા કે અમારા કારણે ભારતને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે, ખાસ કરીને ત્યારે જ્યારે એક અરબથી વધુ વસ્તી ધરાવનારા દેશના વડાપ્રધાન અહીં અડધી કે ખાલી નેસેટ(સંસદ)ને સંબોધન કરે, આ સ્થિતિથી ભારતીય દૂતાવાસ ખૂબ જ ચિંતિત અને અસ્વસ્થ છે.
સત્તાવાર રીતે ઈઝરાયલ સરકારે ચીફ જસ્ટિસને સ્વીકાર્યા નથી
મહત્ત્વનું છે કે જાન્યુઆરી 2025થી જસ્ટિસ અમિતને સુપ્રીમ કોર્ટના વડા તરીકે ચૂંટવામાં આવતા વિવાદ વધુ ઘેરાયો છે. ઈઝરાયલ સરકારના ન્યાય મંત્રી યારિવ લેવિને ન તેમના અધિકારને માન્યતા આપવાથી મનાઈ કરી પરંતુ તેમણે મળવા અને ન્યાયાલયના વડાની રૂપે સંબોધન કરવાની વાતને પણ ટાળી દીધી હતી. આ ઉપરાંત નિયમોનો ઉલાળિયો કરી સત્તાવાર રાજપત્રમાં મુખ્ય ન્યાયાધીશના રૂપે તેમની નિયુક્તિને પણ જાહેર કરવામાં આવી નથી.



